પાટણમાં ઉછીના પૈસાની ઉઘરાણીમાં ઘર અને રીક્ષા સળગાવ્યાનો બનાવ
પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી ટાઉનમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ઉછીના પૈસાની ઉઘરાણી મામલે બે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસી આગચંપી કરવાની ઘટના બની છે. આ મામલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. સમીમાં રહેતા પાયલબેન ભૂપતભાઈએ નોંધાવેલી ફરિય
ઉછીના પૈસાની ઉઘરાણીમાં ઘર અને રીક્ષા સળગાવ્યાનો બનાવ


પાટણ, 15 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સમી ટાઉનમાં જૂના બસ સ્ટેન્ડ પાસે ઉછીના પૈસાની ઉઘરાણી મામલે બે શખ્સોએ એક પરિવારના ઘરમાં ઘૂસી આગચંપી કરવાની ઘટના બની છે. આ મામલે સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

સમીમાં રહેતા પાયલબેન ભૂપતભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના ભાઈ મહેશે બે-ત્રણ વર્ષ પહેલા ઇમરાન ઉર્ફે ઓઝો ઇદ્રીશભાઈ સૈયદ પાસેથી રૂ. 50,000 ઉછીના લીધા હતા. મોટાભાગની રકમ પરત ચુકવાઈ ગઈ હતી, પરંતુ રૂ. 15,000 બાકી રહેતા આરોપી દ્વારા વારંવાર ધમકીઓ આપવામાં આવતી હતી.

ગત 13-01-2026ના રોજ પાયલબેનના પરિવારજનો બહારગામ સામાજિક પ્રસંગે ગયા હતા અને ઘરે માત્ર પાયલબેન તથા તેમના ભાભી હાજર હતા. આ દરમિયાન ઇમરાન ઉર્ફે ઓઝો અને ઇમરાન ઉર્ફે મોન્ટી સુલેમાનભાઈ સૈયદ મોટરસાયકલ પર આવી ઘરમાં ઘૂસ્યા હતા.

આરોપીઓએ વાંસ અને પ્લાસ્ટિકના છાપરા પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાવી તેમજ ઘરની બહાર ઊભેલી રીક્ષાને પણ સળગાવી દીધી હતી. મહિલાઓની બૂમાબૂમથી લોકો દોડી આવ્યા બાદ આરોપીઓ ધમકી આપી ફરાર થઈ ગયા હતા. સમી પોલીસે બી.એન.એસ.ની કલમ 334(1), 326(g) અને 54 હેઠળ ગુનો નોંધી તપાસ હેડ કોન્સ્ટેબલ રાજેશકુમાર બાબુલાલ પ્રજાપતિને સોંપી છે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande