


અંબાજી, 17 જાન્યુઆરી (હિ.સ.) બનાસકાંઠા જીલ્લા ના દાંતા તાલુકા માં ધર્માન્તરન નો મુદ્દો વધુ
પેચીદો બનતો જઇ રહ્યો છે. જે રીતે અગાઉ આ ધર્માનતરણ ની પ્રવૃર્તી રોકવા શાળા
સંચાલક ને આવેદનપત્ર આપી ધર્માનતરણ રોકવા માંગ કરી હતી. જોકે આ બાબતે કોઇ
સંતોષકારક કાર્યવાહી ન થતાં વિશ્વ હિન્દુ પરિષદ દાંતા અને બનાસકાંઠા જીલ્લા ના
પદાધીકારીઓ સહીત સ્થાનિક લોકો હિન્દુત્વ ના સુત્રોચાર સાથે દાંતા માં એક રેલી હોજી
હતી ને આ રેલી દાંતા ના આઝાદ ચૌક થી મામલતદાર કચેરી પહોંચી મામલતદાર કચેરી ના
અધીકારીઓ ને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યુ હતુ તેમજ દાંતા ની એબેનેજર ઇંગલીશ
મીડીયમ સ્કુલ અને તેની સીધી દેખરેખ હેઠળ ચાલતી હોસ્ટેલ આ બન્ને એકમો દ્વારા તાલુકા
ની ભોળી પ્રજા ને વિવિધ પ્રલોભન આપી ગેરમાર્ગે દોરી ધર્મપરિવર્તન કરાવતાં હોવાનું
આક્ષેપ કરવામાં આવ્યુ છે. એટલુંજ નહીં દાંતા તાલુકા મથકે સરકારી જમીનો ઉપર દબાણ
કરી સરકાર ને આર્થીક નુકશાન પહોંચાડવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. એટલુંજ નહીં
દાંતા તાલુકા માં મહત્તમ આદિવાસી પ્રજા ને આજીવીકા નો પ્રશ્ન અને ગરીબી સાથે
અંતરીયાળ વિસ્તાર માં ચાલતી આ ઇંગ્લીશ મીડીયન સ્કુલ ના સંચાલકો પોતાની શાળા માં
શિક્ષણ સાથે કોઇ નાતો ન હોય ને માત્ર ધર્માનતરણ માં જ રસ હોય તેવા વ્યવહાર કરાતાં
હોવાનું પણ આક્ષેપરાજન બારડ(વોર્ડ મેમ્બર,ગ્રામ પંચાયત)મોટાસડા દ્વારા કરવામાં
આવ્યો હતો જ્યારે આદિવાસી વિસ્તારમાં કેટલાંક ગામોમાં મોટી સંખ્યામાં લોકો એ ધર્માનતરણ કરી લેતા
સમાજ માં બે ભાગ પડી ગયા હોવાનું જણાવી રહ્યા છે. ને મુળ હિન્દુ સમાજના આદિવાસી લોકો ના રીતીરીવાજો ને માનતા નથી. આમ આ ધર્માનતરણ ને લઇ આદિવાસી સમાજમાં બે ભાગ
પડી જતાં આગામી સમય માં મોટો વિવાદ વકરે તેવું ધર્માભાઇ સોલંકી(આદિવાસી અગ્રણી) દાંતાએ
જણાવ્યું હતુંદાંતા
ખાતે આજે નિકળેલી રેલી બાદ આપેલાં આવેદનપત્ર દરમીયાન લોકો દ્વારા ધર્માનતરણ ને
રોકવા ઉગ્રમાંગ કરવામાં આવી છે ને જો આ ધર્માનતરણ પદ્ધતી રોકવામાં નહીં આવે તો
શાળા ને તાળાબંધી તેમજ શાળા તોડી પાડવાની ચિમકી ઉચ્ચારવામા આવી હતી.
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ