જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જનહિતલક્ષી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂકાયો
ગીર સોમનાથ, 17 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બે
જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ, જનહિતલક્ષી પ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવા ઉપર ભાર મૂકાયો


ગીર સોમનાથ, 17 જાન્યુઆરી (હિ.સ.) : જિલ્લા કલેક્ટર કચેરી ઈણાજ ખાતે કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક યોજાઈ હતી.

જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા સહિત જિલ્લાનાં વિવિધ વિભાગોનાં અમલીકરણ અધિકારીઓની ઉપસ્થિતિમાં આ બેઠક યોજાઈ હતી. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલે લોકહિતના પ્રશ્નોનું નિયમોનુસાર સમયમર્યાદામાં કામ કરવા સાથે એકમેકના સંકલનમાં રહીને કામ કરવા અધિકારીઓને માર્ગદર્શન પુરૂં પાડયું હતું.

આ બેઠકમાં ધારાસભ્ય ભગવાનભાઈ બારડ, વિમલભાઈ ચુડાસમા દ્વારા સૂત્રાપાડા ખાતે ‘દિશાસૂચક’ દિવાદાંડી, નગરપાલિકાના પ્રશ્નો, ગુજરાત વોટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ દ્વારા વડોદરા ઝાલા થી વિરોદર સુધી આર.ઓ. થી પાઈપલાઈન અને પંપ હાઉસના કામ અંગે, ખાંભા ગામે પ્રાચી-માધુપુર હાઈવે, વળતર અંગે સહિતના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યાં હતાં.

આ પ્રશ્નો પરત્વે બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરએ અમલીકરણ અધિકારીઓને જનહિતલક્ષી પ્રશ્નોને પ્રાધાન્ય આપી તેનો ઝડપથી ઉકેલ લાવવા જણાવ્યું હતું.

જિલ્લામાં બાકી રહેલા વિકાસના કામો નિયમ ગાઈડલાઈન મુજબ, સમયસર અને એકબીજા વિભાગોનાં સંકલનમાં રહીને કરવા તેમજ પ્રજાનાં પ્રશ્નોને ઝડપી વાચા આપી, જન સુખાકારીના કામો કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં અગાઉનાં પડતર પ્રશ્નો ઉપરાંત વિવિધ વિભાગોને લગતાં નવાં પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબહેન મૂછાર, જિલ્લા પોલીસ વડા જયદિપસિંહ જાડેજા, ઈન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને મકાન વિભાગ, અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande