વલસાડ એસટી ડેપો ખાતે રોડ સેફટી મંથ અંતર્ગત સેફ્ટી અવેરનેસ પ્રોગ્રામ યોજાયો
વલસાડ, 17 જાન્યુઆરી (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ,01 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજરોજ 17 જાન્યુઆરી ના રોજ વલસાડ એસટી ડેપો ખાતે ડેપોના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડકટર તેમજ
Valsad


વલસાડ, 17 જાન્યુઆરી (હિ.સ.) રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે ,01 જાન્યુઆરી થી 31 જાન્યુઆરી સુધી રોડ સેફ્ટી મંથ તરીકે ઉજવવાનો નિર્ધાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત આજરોજ 17 જાન્યુઆરી ના રોજ વલસાડ એસટી ડેપો ખાતે ડેપોના કર્મચારીઓ, ડ્રાઇવર, કંડકટર તેમજ મિકેનિક કર્મચારીઓને રાખવાની થતી કાળજી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે સીટબેલ, રોંગ સાઈડ ડ્રાઇવિંગ ન કરવા, ઓવર સ્પીડિંગ ન કરવું, ડ્રાઇવિંગ વખતે મોબાઈલ ઉપયોગ ન કરવા તેમજ હાલમાં ચાલી રહેલા સાઇબર ક્રાઇમ બાબતે રાખવાની થતી સાવચેતી અંગે સૂચનો આપવામાં આવ્યા હતા તથા અકસ્માતમાં ઘાયલ વ્યક્તિઓને મદદરૂપ થવા રાહવીર તરીકે ખાસ મદદરૂપ થવા બાબતે ભાર મુક્યો હતો.

આ કાર્યક્રમમાં વલસાડ આરટીઓ ઇન્સ્પેક્ટર એ. ડી. ચૌધરી, પોલીસ ઇન્સ્પેક્ટર બી.ડી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર જી.એસ. પટેલ તેમજ 108ના કર્મચારીઓ હાજર રહ્યા હતા. વલસાડ એસટી ડેપો મેનેજર અનિલ અટારા તેમજ કાર્યક્રમમાં હાજર આસિસ્ટન્ટ ટ્રાફિક ઇસ્પેક્ટર પ્રવીણ રાઠોડ તેમજ ડેપોના કર્મચારીઓએ આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande