વીર નર્મદ યુનિવર્સિટીમાં રાષ્ટ્રીય સેવા યોજના-NSS અંતર્ગત પ્રોગ્રામ ઓફિસરો માટે પ્રશિક્ષણ વર્ગ યોજાયો
સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) : રાષ્ટ્રીય સેવા યોજના-NSS અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના સભાગૃહમાં NSS પ્રોગ્રામ ઓફિસરો માટે એક દિવસીય ''પ્રશિક્ષણ વર્ગ-2026'' રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના ર
Surat


સુરત, 17 જાન્યુઆરી (હિ.સ.) : રાષ્ટ્રીય સેવા યોજના-NSS અંતર્ગત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના બાયોટેક્નોલોજી વિભાગના સભાગૃહમાં NSS પ્રોગ્રામ ઓફિસરો માટે એક દિવસીય 'પ્રશિક્ષણ વર્ગ-2026' રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના રાજ્ય મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.

આ પ્રસંગે મંત્રી ડૉ. જયરામભાઈ ગામીતે જણાવ્યું કે, રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે યુવાનોનું યોગદાન અનિવાર્ય છે. રાષ્ટ્રીય સેવા યોજના વિદ્યાર્થીઓમાં શિસ્ત, સેવા અને રાષ્ટ્રપ્રેમના બીજ રોપે છે. નર્મદ યુનિ.સંલગ્ન 300 કોલેજોમાં NSS પ્રવૃત્તિઓ ચાલી રહે છે. રાજ્યની 80 યુનિવર્સિટીઓના કુલ બે લાખ વિદ્યાર્થીઓ NSS સાથે જોડાઈ રાષ્ટ્રનિર્માણમાં યોગદાન આપી રહ્યા છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, વર્ગખંડ બહારનું શિક્ષણ વિદ્યાર્થીઓને આત્મનિર્ભર બનાવે છે. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓ જ્યારે ગ્રામ્ય જીવનનો અનુભવ કરે છે, સામૂહિકતામાં રસોઈ બનાવે છે અને શ્રમદાન કરે છે, ત્યારે તેમનામાં સાચા નાગરિકના ગુણો વિકસે છે. આ અનુભવ તેમને ભવિષ્યમાં સરપંચ, ધારાસભ્ય કે અધિકારી તરીકે સફળ થવામાં મદદરૂપ નીવડે છે.

સશક્ત રાષ્ટ્ર નિર્માણ માટે યુવા શક્તિની ભૂમિકા મહત્વની છે વો મત વ્યક્ત કરતા તેમણે કહ્યું કે, વડાપ્રધાનના 2047 સુધીમાં 'વિકસિત ભારત' અને 'આત્મનિર્ભર ભારત'ના લક્ષ્યને સિદ્ધ કરવામાં રાષ્ટ્રીય સેવા યોજના અને તેના 2 લાખ જેટલા સક્રિય સ્વયંસેવકોનું મહત્વનું યોગદાન રહેશે એમ જણાવી તેમણે વિદ્યાર્થીકાળમાં VNSGUમાં કરેલા અભ્યાસ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં NSS સ્વયંસેવક તરીકેના સંસ્મરણો વાગોળ્યા હતા.

કુલપતિ ડૉ. કે.એન. ચાવડાએ કહ્યું કે, NSS થકી વિદ્યાર્થીઓ વાણી, વર્તન અને સભ્યતા અને વ્યવહાર શીખે છે. આ પ્રવૃત્તિઓથી વિદ્યાર્થીઓ સમાજનિર્માણ અને નેતૃત્વના પાઠ શીખવા મળે છે. વિકસિત ભારતના નિર્માણ માટે NSS નું પણ પ્રભાવશાળી યોગદાન રહેશે.

આ પ્રશિક્ષણ વર્ગનો મુખ્ય હેતુ NSS પ્રોગ્રામ ઓફિસરોને સેવા અને સમાજલક્ષી કામગીરી, ગ્રામીણ ઉત્થાનના કાર્યક્રમો, ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સામાજિક જાગૃતિના કાર્યોમાં વધુ સજ્જ કરવાનો છે. આ કાર્યશાળામાં સુરત અને દક્ષિણ ગુજરાતની વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

આ તકે કુલસચિવ ડો. આર.સી. ગઢવીએ સ્વાગત પ્રવચન કરી કાર્યક્રમની રૂપરેખા આપી હતી. કાર્યશાળામાં NSS ગુજરાતના રિજીયોનલ ડિરેક્ટર ડો.કમલકુમાર કર, રાજ્ય સંયોજક નિરજ શિલાવત, NSS કો-ઓર્ડિનેટર ધર નિમાવત સહિત વિવિધ કોલેજોના પ્રોગ્રામ ઓફિસરો ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande