રાજ્યપાલને મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી એ લોકભવન ખાતે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
ગાંધીનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ સવારના સમયે લોકભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. આ અવસર પર લોકભવન પરિવાર દ્વારા
લોક ભવન ખાતે શુભેચ્છા પાઠવી


લોકભવન


ગાંધીનગર, 18 જાન્યુઆરી (હિ.સ.) : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના જન્મદિવસના અવસર પર મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કૃષિ મંત્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ સવારના સમયે લોકભવન પધારીને રાજ્યપાલને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

આ અવસર પર લોકભવન પરિવાર દ્વારા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના સન્માનમાં શુભેચ્છા સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલના અગ્ર સચિવ અશોક શર્મા સહિત લોકભવનના તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ રાજ્યપાલ પ્રત્યે આદરભાવ વ્યક્ત કરીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને લેડી ગવર્નર દર્શના દેવીએ વહેલી સવારે લોકભવન પરિસરમાં આવેલી યજ્ઞશાળામાં હવન કરીને રાજ્ય સહિત દેશની પ્રગતિ થાય તથા તમામ લોકો સુખ સમૃદ્ધિ મેળવે તેવી યાચના કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande