ધારીમાં રૂ. 3 કરોડની R&B સ્ટેટ ઓફિસના બાંધકામનું ખાતમુહૂર્ત
અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : ધારી તાલુકામાં રૂ. 3 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલી R&B સ્ટેટની નવી ઓફિસના બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું. આ નવી ઓફિસના નિર્માણથી માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે ત
ધારીમાં રૂ. 3 કરોડની R&B સ્ટેટ ઓફિસના બાંધકામનું ખાતમુહૂર્ત


અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : ધારી તાલુકામાં રૂ. 3 કરોડના ખર્ચે મંજૂર કરવામાં આવેલી R&B સ્ટેટની નવી ઓફિસના બાંધકામની કામગીરીનું ખાતમુહૂર્ત વિધિવત રીતે કરવામાં આવ્યું. આ નવી ઓફિસના નિર્માણથી માર્ગ અને મકાન વિભાગની કામગીરી વધુ સુવ્યવસ્થિત બનશે તેમજ તાલુકા સ્તરે વિકાસકાર્યોની દેખરેખ અને અમલમાં ગતિ આવશે.

ખાતમુહૂર્ત પ્રસંગે વિકાસ અને સુશાસન પ્રત્યેની પ્રતિબદ્ધતા વ્યક્ત કરવામાં આવી. નવી ઓફિસ તૈયાર થતાં ઇજનેરી કામગીરી, માર્ગોના નિર્માણ-જાળવણી તથા અન્ય સરકારી કાર્યોમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધશે, જેના સીધા લાભ તાલુકાના નાગરિકોને મળશે. સાથે સાથે અધિકારીઓ અને કર્મચારીઓને આધુનિક સુવિધાઓ સાથે કાર્ય કરવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ થશે.

આ તકે દાન મહારાજની જગ્યાના લઘુમહંત મહાવીરબાપુ, ધારી તાલુકા ભાજપ પ્રમુખ મૃગેશભાઈ કોટડીયા, ધારી તાલુકા પંચાયતના પદાધિકારીઓ, પક્ષના હોદેદારો, આગેવાનો, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ વિકાસકાર્યો માટે શુભેચ્છા વ્યક્ત કરી અને સમયબદ્ધ રીતે બાંધકામ પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી. આ કાર્યક્રમ ધારી તાલુકાના સર્વાંગી વિકાસ તરફનું એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande