સાવરકુંડલામાં પરંપરા અને રમતનું અનોખું મિલન: બ્રહ્મસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ
અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા ખાતે શ્રી કર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી પરંપરાગત વેશભૂષામાં ક્રિકેટ રમતા આપણા બ્રાહ્મણ ભાઈઓની રમતને નિહાળવાનો અનોખો અને યાદગાર અનુભવ થયો. પરંપરા અને રમતના સુંદર સંમિશ
સાવરકુંડલામાં પરંપરા અને રમતનું અનોખું મિલન: બ્રહ્મસમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાયું


અમરેલી, 18 જાન્યુઆરી (હિ.સ.) : સાવરકુંડલા ખાતે શ્રી કર્મકાંડી બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉપસ્થિત રહી પરંપરાગત વેશભૂષામાં ક્રિકેટ રમતા આપણા બ્રાહ્મણ ભાઈઓની રમતને નિહાળવાનો અનોખો અને યાદગાર અનુભવ થયો. પરંપરા અને રમતના સુંદર સંમિશ્રણથી આ ટુર્નામેન્ટ માત્ર રમતગમત પૂરતું ન રહી, પરંતુ સમાજની એકતા, સંસ્કાર અને સંઘભાવનાનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું.

ટુર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓએ ઉત્સાહ, શિસ્ત અને રમતભાવનાની સાથે મેદાનમાં પોતાની પ્રતિભા પ્રદર્શિત કરી. દર્શકોમાં પણ ખાસ ઉત્સાહ જોવા મળ્યો હતો. પરંપરાગત વસ્ત્રોમાં ક્રિકેટ રમવાની કલ્પનાએ યુવાનો અને વડીલો બંનેને આકર્ષ્યા હતા અને સમાજની સંસ્કૃતિને નવી રીતે રજૂ કરી હતી.

આ સુંદર આયોજન માટે શ્રી કર્મકાંડી બ્રહ્મસમાજના તમામ આયોજકોને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા. સાથે સાથે ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ આપવામાં આવી.

આ અવસરે ધારાસભ્ય મહેશ કસવાલા પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે આવા સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવી, યુવાનોને રમતગમત સાથે સંસ્કાર જાળવી આગળ વધવા પ્રોત્સાહિત કર્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande