સુરેન્દ્રનગરનો જ્ઞાનનો ઝરૂખો 1958 થી સુરેન્દ્રનગરવાસીઓની વાંચન ભૂખ સંતોષતું જિલ્લા પુસ્તકાલય
- 6 કરોડના ખર્ચે આધુનિક બન્યું પુસ્તકાલય : વાંચકો માટે વાઈ-ફાઈ અને એસી હોલની સુવિધા સુરેન્‍દ્રનગર,19 જાન્યુઆરી (હિ.સ.) સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા પુસ્તકાલય એ માત્ર એક ઈમારત નથી પણ જ્ઞાન
1958 થી સુરેન્દ્રનગરવાસીઓની વાંચન ભૂખ સંતોષતું જિલ્લા પુસ્તકાલય


1958 થી સુરેન્દ્રનગરવાસીઓની વાંચન ભૂખ સંતોષતું જિલ્લા પુસ્તકાલય


1958 થી સુરેન્દ્રનગરવાસીઓની વાંચન ભૂખ સંતોષતું જિલ્લા પુસ્તકાલય


- 6 કરોડના ખર્ચે આધુનિક બન્યું પુસ્તકાલય : વાંચકો માટે વાઈ-ફાઈ અને એસી હોલની સુવિધા

સુરેન્‍દ્રનગર,19 જાન્યુઆરી (હિ.સ.) સુરેન્દ્રનગર શહેરના હૃદય સમા વિસ્તારમાં સી. જે. હોસ્પિટલ સામે આવેલું સરકારી જિલ્લા પુસ્તકાલય એ માત્ર એક ઈમારત નથી પણ જ્ઞાન અને સંસ્કૃતિનો જીવંત સ્ત્રોત છે. 1958માં સ્થપાયેલું આ પુસ્તકાલય ૬ દાયકા કરતાં વધુ સમયથી શહેરના વાંચનપ્રેમીઓની ભૂખ સંતોષી રહ્યું છે.

સમય બદલાયો, પણ પુસ્તકાલયનું મહત્ત્વ હજુ જળવાઈ રહ્યું છે. આજે પણ, વિદ્યાર્થીઓ, સિનિયર સિટીઝન અને મહિલાઓ સહિત 3792 સભ્યો આ પુસ્તકાલયનો નિયમિત લાભ લઈ રહ્યા છે, જેમાંથી ગત માસમાં જ 335 સભ્યોએ પોતાનું સભ્યપદ રીન્યુ કરાવ્યું છે. આ આંકડાઓ દર્શાવે છે કે, આજના ડિજિટલ યુગમાં પણ પુસ્તકો વાંચનાર લોકો માટે હજુ પુસ્તકાલયનું મહત્વ એટલું જ રહ્યું છે.

આધુનિક સમયની માંગને અનુરૂપ, પુસ્તકાલયમાં શહેરીજનો માટે ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ બનાવવામાં આવી છે. આ પુસ્તકાલયમાં આવતા પુસ્તક પ્રેમી નાગરિકો માટે રૂપિયા 1 કરોડના ખર્ચે નવી સ્માર્ટ લાઇબ્રેરી અને રૂપિયા 5 કરોડના ખર્ચે 400 ચો.મી.માં નવો અધ્યયન ખંડ (રીડિંગ હોલ) બનાવવામાં આવ્યો છે. આ રીડિંગ હોલમાં એકસાથે 250 વિદ્યાર્થીઓ અને 50 સિનિયર સિટીઝન નિરાંતે બેસીને વાંચી શકે તેવી વ્યવસ્થા છે. પરિવાર જેવું આ સમૃદ્ધ પુસ્તકાલય એ શહેરના વિદ્યાર્થીઓ, વ્યવસાયીઓ અને વૃદ્ધો માટે જ્ઞાનના અમૂલ્ય ભંડાર સમું બન્યું છે.

આ આધુનિકરણના ભાગરૂપે, અહીં એ.સી. કોન્ફરન્સ હોલ, બાળ વિભાગ અને સૌથી અગત્યની વાઇ-ફાઇ સુવિધા પણ ઉપલબ્ધ છે, જેના થકી વિદ્યાર્થીઓ ઓનલાઇન અભ્યાસ પણ કરી શકે છે. દિવ્યાંગજનો માટે રેમ્પ, વ્હીલ ચેર અને દિવ્યાંગ ટોયલેટની ખાસ વ્યવસ્થા પણ ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

હાલમાં પુસ્તકાલયમાં 24880 ગુજરાતી, 16547 હિન્દી, 9683 અંગ્રેજી અને ઈતર ભાષાના 4226 પુસ્તકો મળીને કુલ 55336 પુસ્તકોનો સમૃદ્ધ ભંડાર ઉપલબ્ધ છે. સુરેન્દ્રનગરનું આ સરકારી જિલ્લા પુસ્તકાલય માત્ર જ્ઞાનનું મંદિર જ નહીં, પણ બદલાતા સમય સાથે તાલ મિલાવીને પ્રત્યેક શહેરીજનને આગળ વધવા માટેનો પથ દર્શાવતી દીવાદાંડી સમાન છે.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande