ધારાસભ્ય જનક તલાવીયાની ઉપસ્થિતમાં ખીજડીયા કોટડા ગામે પંચાયત ભવનનું ખાતમુહૂર્ત
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામ ખાતે ગ્રામ પંચાયતને વધુ સશક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ એવા પંચાયત ભવનના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જનક તલાવીયા વિશેષ ઉપસ્થિ
ધારાસભ્ય જનક તલાવીયાની ઉપસ્થિતમાં ખીજડીયા કોટડા ગામે પંચાયત ભવનનું ખાતમુહૂર્ત


અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) આજરોજ બાબરા તાલુકાના ખીજડીયા કોટડા ગામ ખાતે ગ્રામ પંચાયતને વધુ સશક્ત અને સુવ્યવસ્થિત બનાવવા માટે મહત્વપૂર્ણ એવા પંચાયત ભવનના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં સ્થાનિક ધારાસભ્ય જનક તલાવીયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે ખાતમુહૂર્ત થતા ગ્રામજનોમાં આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો.

નવું પંચાયત ભવન બનવાથી ગામના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ, દસ્તાવેજી કામકાજ, અરજીઓ અને વિકાસ સંબંધિત પ્રક્રિયાઓ માટે એક જ સ્થળે સુવિધા ઉપલબ્ધ થશે. પરિણામે લોકોને તાલુકા કે જિલ્લા કચેરીઓના ચક્કર ઘટાડાશે અને સમય તેમજ ખર્ચની બચત થશે.

આ પ્રસંગે ધારાસભ્ય જનક તલાવીયાએ જણાવ્યું કે મજબૂત પંચાયત વ્યવસ્થા જ ગ્રામ વિકાસની આધારશિલા છે. પંચાયત ભવન ગામના વિકાસ આયોજન, બેઠકઓ અને સરકારી યોજનાઓના અમલ માટે કેન્દ્રબિંદુ બનશે. તેમણે ખાતરી આપી કે ગ્રામ્ય વિસ્તારોમાં પાયાની સુવિધાઓ મજબૂત કરવા સરકાર સતત પ્રયત્નશીલ છે.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ગ્રામ પંચાયતના સભ્યો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ આ વિકાસકાર્યને ગામના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું.

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande