ધારાસભ્ય જનક તલાવીયાની ઉપસ્થિતમાં વાંકિયા ગામે રૂ.50 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત
અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) : બાબરા તાલુકાના વાંકિયા ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને વેગ આપતા અંદાજિત રૂ. 50 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનક તલાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુ
ધારાસભ્ય જનક તલાવીયાની ઉપસ્થિતમાં વાંકિયા ગામે રૂ.50 લાખના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત


અમરેલી, 19 જાન્યુઆરી (હિ.સ.) : બાબરા તાલુકાના વાંકિયા ગામ ખાતે ગામના સર્વાંગી વિકાસને વેગ આપતા અંદાજિત રૂ. 50 લાખના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત યોજાયું. આ કાર્યક્રમમાં ધારાસભ્ય જનક તલાવીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમના હસ્તે વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત થતાં ગ્રામજનોમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો.

પ્રસ્તાવિત વિકાસકાર્યોમાં પાયાની સુવિધાઓને મજબૂત બનાવવાના હેતુથી માર્ગ, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતની જરૂરિયાત આધારિત કામગીરીનો સમાવેશ થાય છે. આ કામો પૂર્ણ થતાં ગામના નાગરિકોને રોજિંદા જીવનમાં વધુ સુવિધા મળશે અને આવાગમન તેમજ સ્વચ્છતામાં નોંધપાત્ર સુધારો થશે.

આ પ્રસંગે ધારાસભ્ય જનક તલાવીયાએ જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારોનો વિકાસ જ રાજ્યના વિકાસની ચાવી છે. સરકાર અને લોકપ્રતિનિધિઓ ગામડાં સુધી સુવિધાઓ પહોંચે તે માટે સતત પ્રયત્નશીલ છે. વાંકિયા ગામમાં શરૂ થનારા આ વિકાસકાર્યો ગામના ભવિષ્ય માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કાર્યકર્તાઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા. સૌએ વિકાસકાર્યોને આવકાર આપતા કામ સમયસર અને ગુણવત્તાપૂર્ણ રીતે પૂર્ણ થાય તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande