
ગીર સોમનાથ 06 માર્ચ (હિ.સ.) રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યકિતલક્ષી રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે તાલુકા કક્ષાએ સેવાસેતુ ૨.૦ (ગ્રામ્ય) કાર્યક્રમનું આયોજન તા. ૭ માર્ચથી ગ્રામ્ય કક્ષાએ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જેના ભાગરૂપે આજે સવારે ૯ થી ૫ વાગ્યા સુધી ઘંટીયા પ્રાથમિક શાળા ખાતે અમરાપુર ઘંટીયા, સરા, ખાંભા, મહોબતપરા, ટીંબડી, આલીધ્રા, વાંસાવડ અને થરેલી ગામનો સેવાસેતુ કાર્યક્રમ યોજાશે. તેમજ પ્રાંસલી પ્રાથમિક શાળા ખાતે યોજાનાર સેવાસેતુ કાર્યક્રમમાં મોરડીયા, સોળાજ, ભુવાટીંબી, ખેરા, રંગપુર, પીપળવા, ગાંગેથા, ભુવાવાડા, પ્રાંસલી અને મટાણા ગામના લોકોને સેવાનો લાભ મળશે.
આ સેવાસેતુ કાર્યક્રમમાં લોકોને આધાર નોંધણી (૧૮ વર્ષથી ઓછી વયજૂથના રહીશો માટે), આધાર કાર્ડમાં સુધારા (અપડેશન) કરવા, રાશન કાર્ડમાં નામ દાખલ કરવું, રાશન કાર્ડમાં નામ કમી કરવું, રાશન કાર્ડમાં સુધારો કરવો (નામ, અટકમાં સુધારો તથા કલેરીકલ ભૂલ માટે), રેશનકાર્ડ ધારકોની e-KYC કરવા અંગેની સેવા, કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, દિવ્યાંગતા પ્રમાણપત્ર, નમોશ્રી યોજના, પી.એમ.જે. મા (અરજી), હેલ્થ વેલનેસ કાર્ડ (ડાયાબીટીઝ અને બી.પી. ની ચકાસણી), જન્મ-મરણ પ્રમાણપત્ર, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, ઘરેલું નવા વીજ જોડાણ (અરજી), મેડીસીન સારવાર, પશુઓની ગાયનેકોલોજીકલ સારવાર, સર્જિકલ સારવાર, ડીવમીંગ, રસીકરણ, કૃતિમ બીજદાન, કિશાન ક્રેડિટ કાર્ડ-નવું કાર્ડ તથા ક્રેડીટ મર્યાદામાં વધારો, પ્રધાનમંત્રી કિસાન સન્માનનિધિમાં લાભાર્થીનું ઈ-કેવાયસી, નવી અરજી માટે પીએમ કિસાન પોર્ટલ પર સેલ્ફ રજિસ્ટ્રેશન, આધાર કાર્ડનું બેન્ક એકાઉન્ટ સાથે જોડાણ, મોબાઈલ નંબર સાથે બેન્ક એકાઉન્ટનું જોડાણ, નવું બેન્ક એકાઉન્ટ ખોલાવવું, જનધન યોજના અન્વયે બેન્ક એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી જીવન જયોતિ યોજના, સુકન્યા સમૃધ્ધિ યોજના, અટલ પેન્શન યોજના, ભીમ એપ, કેસલેસ લીટરેસી (ડીઝીટલ ટ્રાન્ઝેકશન લીટરેસી), મિલકત આકારણીનો ઉતારો, વરિષ્ઠ નાગરિકતા પ્રમાણપત્ર, બસ કન્સેસન પાસ- સામાન્ય લોકો માટે, સાતબાર/આઠ-અ ના પ્રમાણપત્રો, રેવન્યુ રેકર્ડ માટે 'વારસાઈ અરજી', આવકનો દાખલો, નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર, રાષ્ટ્રીય વૃધ્ધ પેન્શન યોજના, નિરાધારવૃધ્ધ અને દિવ્યાગોને આર્થિક સહાય યોજના(રાજય સરકારની યોજના), રાષ્ટ્રીય કુટૂંબ સહાય યોજના (અરજી સ્વીકારવી), બસ કન્સેશન પાસ-દિવ્યાંગ માટે, યુ.ડી.આઈ.ડી. કાર્ડનું રજિસ્ટ્રેશન, સમાજ કલ્યાણ અનુસૂચિતજાતિની સેવાઓ (અરજી), કુંવરબાઈનું મામેરૂ સહાય યોજના, ફ્રી શીપ કાર્ડ શાળા કોલેજ પ્રવેશ દરમ્યાન, ઓનલાઈન અરજી ડો.આંબેડકર આવાસ યોજના, આઈસીડીએસ બાળકોના આધાર કાર્ડ, ગંગાસ્વરૂપા આર્થિક સહાય યોજના અને મુખ્યમંત્રીએપ્રેન્ટીસ યોજનાની અરજીઓ રજૂ કરી શકશે. તેમ મામલતદાર સુત્રાપાડાની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ