


અંબાજી, 19 જાન્યુઆરી (હિ.સ.) : શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ, કુંભારિયા અંબાજી દ્વારા એન.એસ.એસ.વિભાગ અંતર્ગત હડાદ તાલુકાના
માંકડી ગામ મુકામે ખાસ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો. જેના ઉદઘાટન કાર્યક્રમમાં
મુખ્ય મહેમાન તરીકે અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના
વહીવટદાર કૌશિક મોદી ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે નવદીપ યુવક
મંડળના પ્રમુખ મંગુભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા સાથે રિહેન એચ.મહેતા
વિદ્યાલયના આચાર્ય ડો. રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ, શાળા પરિવાર, ગામના અગ્રણીઓ તેમજ અંબાજી આર્ટ્સ અને કોમર્સ
કોલેજના અધ્યાપકઓ, કર્મચારી ઓ અને એન.એસ.એસ.ના સ્વયંસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ
ઉપસ્થિત રહ્યા હતા.
સૌ મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક અને ઢોલ નગારા
સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા
કરવામાં આવી હતી. એન.એસ.એસ. ની સ્વયંસેવિકા ડાભી ચંદ્રિકા અને સોલંકી પુજા દ્વારા પ્રાર્થના
પ્રસ્તુત કરવામાં આવી હતી. ત્યાર બાદ રિહેન એચ.મહેતાની વિદ્યાર્થિનીઓ દ્વારા સુંદર
સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ એન.એસ.એસ.ની સ્વયંસેવિકાઓ
અરુણા,આશા, જ્યોત્સના,પુજા,ચંદ્રિકા દ્વારા સ્વાગત નૃત્ય રજૂ
કરવામાં આવેલ હતું. આગવી વેગભૂષામાં રિહેન એચ. મહેતાની વિદ્યાર્થનીઓ દ્વારા
પ્રકૃતિ પ્રયાવરણ ગીત રજૂ કરવામાં આવ્યું હતું. શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના
પ્રિન્સિપાલ ડો.એસ.એન.પટેલ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એન.એસ.એસ. ખાસ
શિબિર અન્વયે ખૂબ જ હૃદય સ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોનું
પુષ્પ,પુસ્તક
અને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું . રિહેન એચ.મહેતા વિદ્યાલયના આચાર્ય
ડો.રાકેશભાઈ પ્રજાપતિ સાહેબે સંસ્થાનો પ્રગતિશીલ,પ્રવૃત્તિમય અને વિદ્યાર્થીઓના
ઘડતરમાં નાવીન્યપૂર્ણ દ્રષ્ટિકોણનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર
ડો.પ્રવિણ પી.ચૌહાણએ સાત દિવસની ખાસ શિબિરમાં કરવામાં આવનાર પ્રવૃત્તિઓ, કાર્યક્રમો અંગે સૌને માહિતગાર કરેલ
હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી આરાસુરી અંબાજી
માતા દેવસ્થાન ટ્રસ્ટના, અંબાજીના વહીવટદારશ્રી કૌશિક મોદી વિદ્યાર્થીઓને પોતાના
વ્યાખ્યાન દ્વારા તરબોળ કર્યા. મોદી જણાવ્યું હતું કે આપણે સૌ પ્રથમ ભારતના
નાગરિક છીએ અને દરેકના જીવનમાં સમાજસેવા, રાષ્ટ્રપ્રેમ, સ્વ જાગૃતિ સમરસતા, સમાયોજન અને જીવન ઉપયોગી ઘણી બધી
મહત્વપૂર્ણ જાણકારી આપી હતી. .
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ