કોંઢ ગામમાં 40 લાખનું એસ્કેવેટર માટી ખોદતા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું
કોંઢ ગામમાં ખાણ અને ખનીજ વિભાગ કાયદેસર તપાસ કરે તો લાખો ટન માટીની કરોડો રૂપિયાની ચોરી મળી શકે ભરૂચ, 02 જાન્યુઆરી (હિ.સ.) ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરએ બાતમીના આધારે કોંઢ ગામના ખાડી વગામા ઘણા દિવસથી ગેરકાયદેસર
કોંઢ ગામમાં 40 લાખનું એસ્કેવેટર માટી ખોદતા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું


કોંઢ ગામમાં 40 લાખનું એસ્કેવેટર માટી ખોદતા ભરૂચ ખાણ ખનીજ વિભાગે ઝડપી પાડ્યું


કોંઢ ગામમાં ખાણ અને ખનીજ વિભાગ કાયદેસર તપાસ કરે તો લાખો ટન માટીની કરોડો રૂપિયાની ચોરી મળી શકે

ભરૂચ, 02 જાન્યુઆરી (હિ.સ.) ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટરએ બાતમીના આધારે કોંઢ ગામના ખાડી વગામા ઘણા દિવસથી ગેરકાયદેસર માટી ખોદકામ ચાલતું હોય તેની ઉપર રેડ કરી બિનવારસી એસ્કેવેટર ઝડપી પાડ્યું હતું.માટીની રોયલ્ટી ચોરીના બનાવને લઈને ખાણ ખનીજ વિભાગ દ્વારા કોંઢ ગ્રામ પંચાયતને સોંપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વાલિયા તાલુકાના કોંઢ ગામના ખાડી વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી ગેરકાયદેસર રીતે કોઈ ઇસમો દ્વારા એસ્કેવેટરથી માટી ખોદી અને બેનંબરમાં તેનું વેચાણ કરતા હોવાથી ભરૂચ ખાણ અને ખનીજ વિભાગના રોયલ્ટી ઇન્સ્પેક્ટર પી એન સોલંકી અને તેની ટીમ દ્વારા કોંઢ ગામે રેડ પાડીને પીળા કલરનું હ્યુન્ડાઇ કંપનીનું એસ્કેવેટર મશીન મોડલ નંબર R 210 - 7 ,સીરીયલ નંબર N 601- D03371 નું બિનવારસી રીતે તેનો ઓપરેટર ખાણ ખનિજની ટીમને જોઈ નાસી જતા જપ્ત કરી જેની કસ્ટડી ગ્રામ પંચાયત કોંઢ હસ્તક આપવામાં આવી હતી .જપ્ત કરેલ એસ્કેવેટરની કિંમત આશરે 40 લાખ રૂપિયા આંકવામાં આવી હતી.હાલ એસ્કેવેટર જપ્ત કરી આગળ આ માટી કોણે ખોદી છે કેટલી ખોદી અને ક્યાં વેચી નાખી તેની કાયદેસર તપાસ કરવામાં આવશે .

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande