પાટણ જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશ પટેલે પોતાનો જન્મદિવસ વ્યસનમુક્તિ સંદેશ સાથે ઉજવ્યો
પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશ પટેલે તાજેતરમાં દેલવાડા અને મુમનપુરાની શાળાઓના બાળકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ અખિલ વ
પાટણ જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશભાઈ પટેલે પોતાનો જન્મદિવસ વ્યસનમુક્તિ સંદેશ સાથે ઉજવ્યો


પાટણ, 02 જાન્યુઆરી (હિ.સ.) પાટણ જિલ્લા વ્યસનમુક્તિ કન્વીનર નરેશ પટેલે તાજેતરમાં દેલવાડા અને મુમનપુરાની શાળાઓના બાળકો સાથે પોતાનો જન્મદિવસ ઉજવ્યો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકો અને સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ ફેલાવવાનો હતો. આ કાર્યક્રમ અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર, નશામુક્ત ભારત અભિયાન અને તમાકુ નિયંત્રણ સેલ, આરોગ્ય શાખા, પાટણના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો.

મારો પરિવાર વ્યસનમુક્ત પરિવાર, મારો સમાજ વ્યસનમુક્ત સમાજના સંકલ્પ સાથે, નરેશભાઈએ તમાકુ, બીડી, સિગારેટ, ચલમ અને દારૂ જેવા વ્યસનોથી બચવા અંગે માર્ગદર્શન આપ્યું અને બાળકો અને પરિવારોને વ્યસનમુક્ત સમાજ બનાવવા માટે પ્રેરણા આપી. મુકેશ યોગીએ મિમિક્રી, જોક્સ અને રમુજી હસ્તચાળીઓ દ્વારા બાળકોનું મનોરંજન કરીને વ્યસનમુક્તિનો સંદેશ અસરકારક રીતે પહોંચાડ્યો.

આ કાર્યક્રમમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર ઇલાબેન ચાવડા, બંને શાળાના આચાર્યઓ, સ્ટાફ, CHO બહેનો, આશા બહેનો અને ઉત્સાહી બાળકો ઉપસ્થિત રહ્યા હતા. સૌના સહયોગથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande