
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર શહેર તથા જિલ્લાના કિટીકલ અને સ્ટ્રેટેજીકલ મહત્વ ધરાવતા ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા સુનિશ્ચિત કરવા પોરબંદર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ રેખાબા સરવૈયા દ્વારા ડ્રોન ઉપયોગ પર નિયંત્રણ માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. તેના ભાગરૂપે પોરબંદર જિલ્લાના કુલ 22 ઝોન પૈકી 7 વિસ્તારોને રેડ ઝોન અને 15 વિસ્તારોને યલો ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
આ સંદર્ભે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા–2023 ની કલમ–163હેઠળ રેડ ઝોન જાહેર કરાયેલા વિસ્તારોમાં ડ્રોન (યુ.એ.વી.)ના ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, જ્યારે યલો ઝોન વિસ્તારમાં સક્ષમ અધિકારીની પૂર્વ પરવાનગી વગર ડ્રોનનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ કરવામાં આવ્યો છે. અને Office of the Director General of Civil Aviation તા.27/08/2018ના પત્ર ક્રમાંક 05-13/2014-AED-Vol.IV મુજબની જોગવાઈની અમલવારી કરવા પણ આદેશ કરવામાં આવ્યો છે.
આ જાહેરનામું તા.28/02/2026 સુધી અથવા આગામી હુકમ થાય ત્યાં સુધી અમલમાં રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા–2023 ની કલમ–223 મુજબ કાયદેસરની કાર્યવાહી કરી સજા કરવામાં આવશે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya