પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે.
પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના મોટરિંગ પબ્લિક તેમજ લાયસન્સ ધારકોને માટે પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે કાર્યરત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું આધુનિકીકરણ (મોડર્નાઇઝેશન) કરી આધુનિક ટેસ્ટ ટ્રેક બનાવવાના હેતુસર રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં
પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે ડ્રાઇવીંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી બંધ રહેશે.


પોરબંદર, 02 જાન્યુઆરી (હિ.સ.) પોરબંદર જિલ્લાના મોટરિંગ પબ્લિક તેમજ લાયસન્સ ધારકોને માટે પોરબંદર એ.આર.ટી.ઓ કચેરી ખાતે કાર્યરત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકનું આધુનિકીકરણ (મોડર્નાઇઝેશન) કરી આધુનિક ટેસ્ટ ટ્રેક બનાવવાના હેતુસર રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીને કારણે તા. 08 જાન્યુઆરી થી 22 ફેબ્રુઆરી 2026દરમ્યાન ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે.

આ ઉપરાંત 22ફેબ્રુઆરી 2026 સુધી પુર્ણ થતા લર્નિંગ લાયસન્સનો ટેસ્ટ 07 જાન્યુઆરી 2026 સુધી લેવામાં આવશે. અને ફરજ પરના અધિકારીને જે અન્વયેની અરજી આપી ટેસ્ટની કાર્યવાહી કરી આપવામાં આવશે.જેની તમામ મોટરિંગ પબ્લિક અને લાયસન્સ ધારકો નોંધ લે તેવી વિનંતી છે.

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande