ઊંઝામાં 21 થી 23 જાન્યુઆરી સુધી ધરોઈનું પાણી બંધ, નગરપાલિકાની પૂર્વ સૂચના
મહેસાણા,20 જાન્યુઆરી (હિ.સ.) ઊંઝા શહેરમાં 21 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન ધરોઈનું પાણી બંધ રહેશે તેવી જાણકારી ઊંઝા નગરપાલિકા દ્વારા નગરજનોને અગાઉથી આપવામાં આવી છે. આ પાણીકાપ વાવ ખાતે આવેલી અંડરગ્રાઉન્ડ વોટર ટાંકી અને ક્લિયર વોટર સંપની સાફ-સફાઈ કર
ઊંઝામાં 21 થી 23 જાન્યુઆરી સુધી ધરોઈનું પાણી બંધ, નગરપાલિકાની પૂર્વ સૂચના


મહેસાણા,20 જાન્યુઆરી (હિ.સ.)

ઊંઝા શહેરમાં 21 થી 23 જાન્યુઆરી, 2026 દરમિયાન ધરોઈનું પાણી બંધ રહેશે તેવી જાણકારી ઊંઝા નગરપાલિકા દ્વારા નગરજનોને અગાઉથી આપવામાં આવી છે. આ પાણીકાપ વાવ ખાતે આવેલી અંડરગ્રાઉન્ડ વોટર ટાંકી અને ક્લિયર વોટર સંપની સાફ-સફાઈ કરવાની હોવાથી લેવામાં આવ્યો છે.

નગરપાલિકાના જણાવ્યા મુજબ, વોટર ટાંકીની નિયમિત અને સંપૂર્ણ સફાઈ જરૂરી હોવાથી આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાસ કરીને 22 જાન્યુઆરી, 2026, ગુરુવારના રોજ GEB શટડાઉન હોવાથી આ દિવસનો લાભ લઈ 21 જાન્યુઆરી, બુધવાર અને 22 જાન્યુઆરીના રોજ વાવ ખાતેની અંડરગ્રાઉન્ડ ટાંકી તથા ક્લિયર વોટર સંપની સફાઈ કરવામાં આવશે. આ કામગીરીના કારણે શહેરમાં ત્રણ દિવસ સુધી પાણી પુરવઠો ખોરવાશે.

નગરપાલિકાએ નગરજનોને અપીલ કરી છે કે પાણીકાપના સમયગાળા દરમિયાન જરૂરી પાણીનો અગાઉથી સંગ્રહ કરી રાખે અને સહકાર આપે. આ તાત્કાલિક અસુવિધા ભવિષ્યમાં સ્વચ્છ અને સુરક્ષિત પાણી પુરવઠો સુનિશ્ચિત કરવા માટે જરૂરી હોવાનું નગરપાલિકાએ જણાવ્યું છે.

પાલિકાની પૂર્વ સૂચનાથી નાગરિકોને તૈયારીનો સમય મળતા અસુવિધા ઓછી થશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / RINKU AMITKUMAR THAKOR


 rajesh pande