સુરતના અનાથ બે બાળકોને મળ્યો પરિવાર: જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અપાયો પ્રી-અડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર
સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અનાથ સુરતના બે બાળકોને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓ સોંપી પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરએ દત્તક ઇચ્છુક દંપતીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી
Surat


સુરત, 20 જાન્યુઆરી (હિ.સ.) જિલ્લા કલેકટર ડૉ.સૌરભ પારધીના હસ્તે અનાથ સુરતના બે બાળકોને મહારાષ્ટ્ર રાજ્યના બે દંપતિઓ સોંપી પ્રી-એડોપ્શન ફોસ્ટર કેર ઓર્ડર આપવામાં આવ્યો છે. જિલ્લા કલેકટરએ દત્તક ઇચ્છુક દંપતીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી એલ.બી.પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર સંચાલિત કતારગામ સ્થિત વિશિષ્ટ દત્તક સંસ્થામાં આશ્રય મેળવી રહેલા 2 બાળકોને મુંબઈમાં વસતાં બે દંપતિઓને દત્તકપૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યાં છે.

આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી વિજય પરમારે આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, એડોપ્શન રેગ્યુલેશન-2022ના નિયમો પ્રમાણે અલગ અલગ બે પરિવારમાં મુંબઈ શહેરનાં બે ઇચ્છુક દંપતિએ એક દીકરો અને દીકરી દત્તક મેળવ્યાં છે. નવા વર્ષનાં આગમન સાથે બાળક વિનાનાં બે પરિવારોમાં લક્ષ્મી અને કુળ દીપકનું આગમન થતાં તેમના પરિવારોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ છવાયું છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande