આગામી 26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વ જિલ્લાકક્ષાની ઉજવણી ચીખલી તાલુકા મથકે થશે
નવસારી, 20 જાન્યુઆરી (હિ.સ.) આગામી 26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ચીખલી તાલુકાના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન તથા ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલન
નવસારી


નવસારી, 20 જાન્યુઆરી (હિ.સ.) આગામી 26મી જાન્યુઆરી- પ્રજાસત્તાક પર્વની જિલ્લાકક્ષાની ઉજવણી ચીખલી તાલુકાના નેશનલ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. જેના સુચારુ આયોજન અર્થે જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના માર્ગદર્શન તથા ચીખલી પ્રાંત અધિકારી મિતેશ પટેલના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી. નાણા મંત્રી કનુ દેસાઈના વરદ હસ્તે સોમવારે સવારે 9:00 વાગે ધ્વજવંદન સમારોહ યોજાશે. મંત્રી પરેડનું નિરીક્ષણ કરીને લોકોનું અભિવાદન ઝીલીને રાષ્ટ્રીય પર્વની શુભેચ્છાની આપ-લે કરશે.

ચીખલી પ્રાંત કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં પ્રજાસતાક પર્વની ઉજવણી ચીખલી નેશનલ કિકેટ ગ્રાઉન્ડ ખાતે થનાર છે, ત્યારે મેદાનની સફાઈ, સજાવટ અને સુરક્ષા વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો, પરેડ અને સલામી, પોલીસ દળ, NCC કેડેટ્સ અને હોમગાર્ડ્સ દ્વારા પરેડની રિહર્સલ, ટેબ્લો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

પ્રાંત અધિકારીએ પ્રજાસત્તાક પર્વમાં વધુમાં વધુ નાગરિકો જોડાય તે માટેની કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. આ ધ્વજવંદન સમારોહમાં પોલીસ બેન્ડની મધુર સુરાવલિઓની ધૂન વચ્ચે પોલીસ સહિત અન્ય સુરક્ષા જવાનોની પ્લાટુન પરેડ તથા ટેબ્લોનું નિદર્શન યોજાશે.

તદ્દઉપરાંત વિવિધ શાળાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનારા અધિકારી-કર્મયોગીઓને સન્માનિત કરી પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરાશે. સાથે-સાથે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારાઓનું સન્માન કરવામાં આવશે. આ રાષ્ટ્રીય પર્વમાં લોકોને મોટી સંખ્યામાં ભાગીદાર બનવાનો જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અનુરોધ છે.

બેઠકમાં ચીખલી તાલુકા વિકાસ અધિકારી ભાવના યાદવ તથા અન્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande