સાયબર ક્રાઇમનો ભોગબનનાર અરજદારઓને ઇનસ્ટન્ટ રીસ્પોન્સ યુનિટ અંતર્ગત ફ્રીઝ/હોલ્ડ કરાવેલ કુલ રૂ.૩૯૬૮૦/- ની રકમ પરત મેળવી આપતી ગીર સોમનાથ પોલીસ
સાયબર ક્રાઇમનો ભોગબનનાર અરજદારઓને
સાયબર ક્રાઇમનો ભોગબનનાર અરજદારઓને ઇનસ્ટન્ટ રીસ્પોન્સ યુનિટ અંતર્ગત ફ્રીઝ/હોલ્ડ કરાવેલ કુલ રૂ.૩૯૬૮૦/- ની રકમ પરત મેળવી આપતી ગીર સોમનાથ પોલીસ


ગીર સોમનાથ, 20 જાન્યુઆરી (હિ.સ.) સાયબર ક્રાઇમ દ્વારા ભોગ બનનારને તાત્કાલીક મદદરૂપ થવા કડક સુચનાઓ આપવામા આવેલ હોય

જે અન્વયે ગીર સોમનાથ પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા નાઓના માર્ગદર્શન હેઠળ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર એન.એ.વાઘેલા ગીર ગઢડા પોલીસ સ્ટેશન નાઓની રાહબરી હેઠળ માહે-૧૨/૨૦૨૫ તથા ૦૧/૨૦૨૬ દરમ્યાન ગીર ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સાયબર ક્રાઈમનો ભોગબનનાર લોકોએ તાત્કાલીક પોતાની ફરીયાદ સાયબર ક્રાઇમ હેલ્પ લાઇન નંબર ૧૯૩૦ ઉપર ડાયલ કરી જાણ કરતા શંકાસ્પદ બેંક ખાતામાં જે તે નાગરીકના નાણા જમા થયેલ તે ખાતા નંબર તથા રકમ ફ્રીઝ કરાવી ફોડમાં ગયેલ રકમ નીચે જણાવેલ અરજદારઓના પરત મેળવી આપેલ છે.

ગીર ગઢડા પોલીસ દ્વારા ભોગ બનનારાઓને પરત અપાવેલ નાણાની વિગતો,

ભોગ બનનારના નામ ...... રિફંડ મળેલ પૈસા

પાનસુરીયા નિકુંજ ....... ३.२८०००/-

ગોહિલ વિપુલ ....... ३.१०८८०/-

“સાયબર ક્રાઇમથી બચવા માટેસાવચેતી એ જ સલામતી

સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર: ૧૯૩૦

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande