ગુજરાતની ખેતી બેંકની બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026માં રજત પદક જીત્યું
પાટણ, 20 જાન્યુઆરી (હિ.સ.) અદભુત ધીરજ અને ઉત્કૃષ્ટ રમતગમતની કુશળતાનો પરિચય આપતાં પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી રજત પદક પ્રાપ્ત
खेती बैंक की ब्रांड एम्बेसडर निरमा ठाकोर


खेती बैंक की ब्रांड एम्बेसडर निरमा ठाकोर


પાટણ, 20 જાન્યુઆરી (હિ.સ.) અદભુત ધીરજ અને ઉત્કૃષ્ટ રમતગમતની કુશળતાનો પરિચય આપતાં પાટણ તાલુકાના હાજીપુર ગામની સાદી પૃષ્ઠભૂમિમાંથી આવેલી નિરમા ઠાકોરે 19મી ટાટા મુંબઈ ફુલ મેરેથોન 2026માં ઇન્ડિયન ઈલાઈટ મહિલા વર્ગમાં શાનદાર પ્રદર્શન કરી રજત પદક પ્રાપ્ત કર્યું છે.

ગરીબ ખેડૂત પરિવારમાં જન્મેલી નિરમા ઠાકોરે પડકારજનક 41.195 કિમીનું અંતર માત્ર 2 કલાક, 49 મિનિટ અને 07 સેકન્ડમાં પૂર્ણ કરી ઇતિહાસ રચ્યો છે. તેમની આ સિદ્ધિ માત્ર રમતગમતની સફળતા નથી, પરંતુ સહકારથી સમૃદ્ધિનો જીવંત દાખલો છે, જ્યાં સહકાર વ્યક્તિને સશક્ત બનાવે છે, સમુદાયને ઉન્નત કરે છે અને સપનાઓને હકીકતમાં ફેરવે છે.

નિરમા ઠાકોરની જીવનયાત્રા સંઘર્ષ, ત્યાગ અને અડગ સંકલ્પની પ્રેરણાદાયક કહાની છે. આર્થિક મુશ્કેલીઓ અને સામાજિક અવરોધોને પાર કરી તેમણે આજે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓમાં 19થી વધુ મેડલ જીત્યા છે. તેમની સિદ્ધિ એ સાબિત કરે છે કે યોગ્ય તક અને સહકાર મળે તો પ્રતિભા ઇતિહાસ સર્જી શકે છે.

અખૂટ મહેનત અને અડગ આત્મવિશ્વાસથી ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (ખેતી બેંક)ની બ્રાન્ડ એમ્બેસેડર નિરમા ઠાકોરે ટાટા મુંબઈ મેરાથોન 2026માં રજત પદક જીતીને પોતાના સપનાઓને સિદ્ધિમાં ફેરવ્યા છે.

આ ગૌરવના ક્ષણે ખેતી બેંકના ચેરમેન ડોલર કોટેચાએ જણાવ્યું કે બેંકની બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કુમારી નિરમા ઠાકોરની આ સફળતા ખેતી બેંક માટે ગૌરવની વાત છે અને દેશની યુવા શક્તિ માટે પ્રેરણાસ્રોત છે.

તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના દૂરદર્શી અને પ્રેરણાદાયક નેતૃત્વ હેઠળ દેશમાં રમતગમત, ફિટનેસ અને મહિલા સશક્તિકરણને મળતું મજબૂત પ્રોત્સાહન આવી ઐતિહાસિક સિદ્ધિઓનો આધાર બની રહ્યું છે. ખેતી બેંકને પોતાની બ્રાન્ડ એમ્બેસેડર પર હૃદયથી ગર્વ છે.

ખેતી બેંક માત્ર આર્થિક વ્યવહારો પૂરતી સીમિત નથી, પરંતુ ગુજરાતના ખમીરવંતા ખેડૂતો અને યુવાનોને પ્રોત્સાહન આપી સહકારથી સમૃદ્ધિની નવી વિચારધારાને સાકાર કરી સામાજિક જવાબદારી નિભાવવાનું કાર્ય પણ કરે છે અને ભવિષ્યમાં પણ કરતી રહેશે.

ખેતી બેંક આ રજત વિજયને ગૌરવપૂર્વક વંદન કરે છે અને સહકારી દ્રષ્ટિકોણ પ્રત્યે પોતાની અડગ પ્રતિબદ્ધતાને ફરીથી દૃઢ કરે છે.

હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે


 rajesh pande