
ગીર સોમનાથ 20 જાન્યુઆરી (હિ.સ.) તપોવન વિદ્યા સંકુલમાં ધો-10, 12ના વિદ્યાર્થીઓ આગામી બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી ? તથા નિર્ભય રીતે સારામાં સારું પર્ફોમન્સ આપવા કેવી રીતે કટિબદ્ધ થવું તેનું સચોટ માર્ગદર્શન માટે મોટીવેશનલ સ્પીકર અશોક ગુર્જરભાઈ દ્વારા તથા ટેકનોલોજીની દુનિયામાં ધીરજ પુજારા દ્વારા બાળકોને ટેકનોલોજીનું નોલેજ પૂરું પાડવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં અશોક ગુજર દ્વારા પરીક્ષાની | તૈયારી કેવી રીતે કરવી અને આપણે શું કરી = શકીએ તે વિશે ખૂબ સરળ સચોટ અને આપણી વાસ્તવિક પરિસ્થિતિ વર્ણવી અને બાળકોને પણ ક્ષણભર વિચારવા માટેનો માહોલ બનાવી દીધો હતો. એમના વક્તવ્ય દરમિયાન વિદ્યાર્થીઓ ઈમોશનલી પોતે ખરેખર આ એક્ઝામની કેવી તૈયારી કરી રહ્યા છે અને ખરેખર કેવી તૈયારી આપણે કરી શકીએ તેનું કમ્પેર કરીને વાસ્તવિક પરિસ્થિતીનું ભાન કરાવીયું હતું. આ સેમિનાર બાળકોના રીઝલ્ટ માટે બેસ્ટ સેમિનાર અને બેસ્ટ રીઝલ્ટ બનાવી દેશે તેવો રહ્યો હતો.
આ સેમિનારમાં સૌથી વિશેષ જણાવવાનું કે, આ સંસ્થા ધોરણ 11. 12 સાયન્સ કરતા વિદ્યાર્થીઓને ધોરણ 10 પૂરું કરી લેવામાં (કમ્પેર કરીને વાસ્તવિક આવતી સ્કોલરશીપ ટેસ્ટ તથા સરકાર દ્વારા ધોરણ 11, 12 સાયન્સ દરમિયાન વિવિધ સ્કોલરશીપ કેવી રીતે મેળવી શકાય અને આ સંસ્થા સ્કોલરશીપ માટે એલિજેબલ છે કે નહીં તેમનું ખાસ માર્ગદર્શન અશોક ગુજર દ્વારા આપવામાં આવ્યુ હતું તથા આ સંસ્થાની શા માટે આટલી બધી ઉંચી સ્કોલરશીપ મળી રહી છે તેની સચોટ માહિતી પણ રજૂ કરવામાં આવી હતી.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ