

અંબાજી, 21 જાન્યુઆરી (હિ.સ.) સરકારી હોસ્પિટલ અંબાજી ખાતેદર્દી પંકુબેન ભંગાજી સરગરાઉંમર ૭૦ વર્ષ રહે.અંબાજી નાઓ ને
પડી જવાના કારણે જમણા થાપાનું હાડકું ગોડોતૂટી ગયેલ હતો અને સાથે સાથે
તેમને શ્વાસ તેમજ બીપી નીતકલીફ પણ હતી તેના કારણે તેઓ ચાલી
સકતા ન હતા અને તેમને આ ઓપરેશન કરાવવા માટે હોસ્પિટલ ના ડૉ. નેહલ બારોટ નો સંપર્ક
કરેલ હતો જેથી જરૂરી રિપોર્ટ્સ કરાવી ને તેમનું ઓપરેશન રાખેલ હતું અને આ ઓપરેશન નો
ખર્ચ પ્રાઇવેટ હોસ્પિટલ માં અંદાજે ૮૦ હજાર જેટલો ખર્ચો થવાનો હતો પરંતુ દર્દી ને
તા.૨૦/૦૧/૨૦૨૬ના રોજ આયુષ્માન કાર્ડ હેઠળસરકારી હોસ્પટલ અંબાજી ખાતે પંખુબેન
ભંગાજી સરગરા દર્દી નું ઓપરેશન હાડકા ના ડૉ. નેહલ બારોટ તેમજ એનેસ્થેસિયા તરીકે
ડૉ. વાય કે મકવાણા (સુપ્રિન્ટેન્ડેન્ટ) સ્ટાફ નર્સ ઉમેશ તથા કલ્પનાઅને ઓટી આસિસ્ટન્ટ જયેશ અને
ઈશ્વરની ટીમ થી સફળતા પૂર્વક કરવામાં આવ્યું હતું તેથી દર્દી એ અને તેના સગાઓ એ
હોસ્પિટલ ની કામગીરી ને બિરદાવી હતી તેમજ સૌ ટીમ નો આભાર માન્યો હતોવધ માં આજ રોજ
તા. ૨૧/૦૧/૨૦૨૬ ના રોજ હાડકા ના આયુષ્માન કાર્ડ હેઠળ ૩ ઓપર્શન સફળતાપૂર્વક કરવામાં
આવ્યા હતા તેમજ એક ઇમરજન્સી સીજીરિયન ડૉ. કિંજલ પટેલ દ્વારા તથા તેની આંખ ના
ઓપરેશન પણ ડૉ. ગરિમા દ્વારા કરવામાં આવેલ હતા. આમ સરકારી હોસ્પિટલ અંબાજી એ અંબાજી
અને આજુબાજુના દર્દીઓ માટે જે સરકારી હોસ્પટલ માં આવતા દર્દીઓ માટે આશીર્વાદરૂપ
છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ