પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાણાવાવ ખાતે 22 જાન્યુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન
પોરબંદર, 21 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તા.22 જાન્યુઆરી, 2026 ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો સવારે 11 કલાકે સરકારી આર્ટ્સ કોલેજ, ઇચ્છાપૂ
પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રાણાવાવ ખાતે 22 જાન્યુઆરીના રોજ ભરતીમેળાનું આયોજન


પોરબંદર, 21 જાન્યુઆરી (હિ.સ.) : પોરબંદર જિલ્લા રોજગાર કચેરી દ્વારા રોજગાર વાંચ્છુ ઉમેદવારોને નોકરીની તકો ઉપલબ્ધ કરાવવાના હેતુથી તા.22 જાન્યુઆરી, 2026 ના રોજ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળો સવારે 11 કલાકે સરકારી આર્ટ્સ કોલેજ, ઇચ્છાપૂર્તિ હનુમાન મંદિર પાસે, રાણાવાવ ખાતે યોજાશે.

આ ભરતીમેળામાં પોરબંદર જિલ્લાના વિવિધ સ્થાનિક ખાનગી નોકરીદાતાઓ ઉપસ્થિત રહેશે, જેમાં સ્વામી વિવેકાનંદ વિદ્યાલય, રામ લાઇફ ઇન્શ્યોરન્સ, એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા, વાઇડ વિંગ્સ સ્કૂલ તેમજ સૌરાષ્ટ્ર સિમેન્ટ લિ.નો સમાવેશ થાય છે. ભરતીમેળા દરમિયાન વિવિધ લાયકાત અનુસારની જગ્યાઓ માટે ઉમેદવારોના ઇન્ટરવ્યુ લેવામાં આવશે.

જેમાં 10મું પાસથી ગ્રેજ્યુએટ તેમજ આઈટીઆઈ લાયકાત ધરાવતા રોજગારવાંચ્છુ ઉમેદવારો આ ભરતીમેળામાં હાજરી આપી પોતાની લાયકાત મુજબ નોકરી માટે અવસર મેળવી શકશે. રસ ધરાવતા ઉમેદવારોને જરૂરી શૈક્ષણિક પ્રમાણપત્રો અને બાયોડેટા સાથે સમયસર હાજર રહેવા જિલ્લા રોજગાર કચેરી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande