


અંબાજી, 21 જાન્યુઆરી (હિ.સ.) :
યાત્રાધામ અંબાજી માં આજ થી રાષ્ટ્રીય મહીલા આર્ચરી સ્પર્ધાનું
પ્રારંભ કરાયો છે. પ્રથમ એન.ટી.પી.સી ખેલો ઇન્ડિયા નેશનલ રેકીંગ અને વિમેન્સ
આર્ચરી ટુર્નામેન્ટ નું અંબાજી ખાતે બીજી વખત આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ
સ્પર્ધા માં 28 રાજ્યો
અને 8 કેન્દ્ર
શાસીત પ્રદેશો ની 500 ઉપરાંત મહીલાઓએ આ આર્ચરી સ્પર્ધા માં ભાગ લીધો છે. જે સ્પર્ધા
અંબાજીનાં જી.એમ.ડી.સી ગ્રાઉન્ડ ખાતે 3 દિવસ ચાલશે. આ સ્પર્ધા માં આજે કોલીફિકેશન રાઉન્ડની શરૂઆત મંત્રી જયરામભાઇ ગામીત એ કરાવ્યું હતુ.
આવતી કાલે 22 જાન્યુઆરીએ ટોપ 16 નોક આઉટ રાઉન્ડ અને 23 તારીખે મેડલ સેરેમની મેચ યોજાશે.
મહત્વની બાબત તો એ છે કે આર્ચરી ક્ષેત્રે દેશ વિદેશમાં પોતાનું નામ રોશન કરવા
સાથે દેશ નું નામ ઉંચુ કરવાં માટે સ્પર્ધા માં ખેલાડીઓ ભાગ લેતા હોય છે. ને સાથે
ખેલાડીઓ ગુજરાત પોતાના રાજ્ય નું નામ પણ ઊંચું કરશે. આ આખી સ્પર્ધા ગુજરાત ને સ્પોર્ટસ હબ
બનાવવા મહત્વ પુર્ણ ભુમીકા ભજવશે. સ્પોર્ટસ ઓથોરીટી ગુજરાત અને આર્ચરી
એશોસીયેશન ઓફ ઇન્ડિયાના સહયોગ થી આ સમગ્ર ઇવેન્ટનું આયોજન હાથ ધરવામાં આવ્યુ છે.
જોકે ગુજરાતમાં રમતગમતને વધુ પ્રોત્સાહન મળે તે માટે તાલુકા અને
જિલ્લા કક્ષાએ અને તેથી પણ વિધેય વધુ જે પણ પ્રયાસો કરવા પડે એ રાજ્ય સરકાર કરશે
તેમ રાજ્યના મંત્રી જયરામભાઈ ગામિતે જણાવ્યું હતું.
---------------
હિન્દુસ્થાન સમાચાર / મહેન્દ્રભાઈ લધુરામ અગ્રવાલ