
સુરત, 21 જાન્યુઆરી (હિ.સ.): ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા રાજ્યવ્યાપી મેદસ્વિતા શિબિરનો સુરત જિલ્લામાં ત્રીજો રાઉન્ડ યોજાશે. તા.20 જાન્યુ.થી શરૂ થયેલ આ તબક્કામાં તા.20 ફેબ્રુઆરી સુધી સુરતમાં ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમો હાથ ધરાશે. ઝોન કોર્ડીનેટર ડો.પારૂલ પટેલના માર્ગદર્શન હેઠળ સુરતમાં એક મહિના માટે 16 સ્થળોએ કેમ્પ યોજાશે. આ અંગે રજીસ્ટ્રેશન તથા વધુ માહિતી માટે ઝોન કો-ઓર્ડીનેટર (9428454604)નો સંપર્ક કરવા યોગ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / યજુવેન્દ્ર દુબે