વિશ્વ શાંતિ અને સૌના કલ્યાણ માટે શાળામાં હવન-પૂજા કરાઈ
ગીર સોમનાથ 4 જાન્યુઆરી (હિ.સ.) પ્રશ્નાવાડા એન કે ડી વી પબ્લિક સ્કૂલમાં વિશ્વ શાંતિ માટે હવન પૂજા કરવામાં આવી હતી એન કે ડી વી પબ્લિક સ્કૂલ સિદ્ધિગ્રામ ખાતે દર વર્ષની જેમ વિશ્વ શાંતિ માટે હવન પૂજા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આ આયોજન સ્કૂલના
વિશ્વ શાંતિ અને સૌના કલ્યાણ માટે શાળામાં હવન-પૂજા કરાઈ


ગીર સોમનાથ 4 જાન્યુઆરી (હિ.સ.) પ્રશ્નાવાડા એન કે ડી વી પબ્લિક સ્કૂલમાં વિશ્વ શાંતિ માટે હવન પૂજા કરવામાં આવી હતી એન કે ડી વી પબ્લિક સ્કૂલ સિદ્ધિગ્રામ ખાતે દર વર્ષની જેમ વિશ્વ શાંતિ માટે હવન પૂજા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી હતી. આ આયોજન સ્કૂલના સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું હતું.હવન પૂજામાં પંડયાભાઈ દ્વારા મંત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ હવનમાં વિદ્યાર્થીઓ, સ્કૂલના સ્ટાફ, પ્રિન્સિપાલ અરૌરાભાઈ, તુષારભાઈ ઝાલા, કુમારભાઈ, અભયભાઈ ઝાલા, સુનિલભાઈ બામણીયા સહિતના વગેરે સ્ટાફ જોડાયા હતા.આ પ્રસંગે સ્કૂલના પ્રિન્સિપાલ અરોરાએ જણાવ્યું હતું કે, આ હવન પૂજા વિશ્વ શાંતિ અને સૌના કલ્યાણ માટે કરવામાં આવી છે. અમે આજના દિવસે વિશ્વના તમામ લોકોને શાંતિ અને સમૃદ્ધિની શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

---------------

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande