
ગીર સોમનાથ, 04 જાન્યુઆરી (હિ.સ.) તાલાલા તાલુકાનાં ધાવા ગીર ગામની સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રાધિકા ગૌશાળાના વિકાસ માટે વન વિભાગની ઈકો ડેવલપમેન્ટ કમિટી ની આવેલ રૂ.૧૬ લાખની ગ્રાન્ટ માંથી ગૌ માતાના નિવાસ માટેના બંધાયેલ નવનિર્મિત શેડ તથા ગૌમાતા માટે ઘાસચારો રાખવાનું મોટા ગોડાઉન લોકાર્પણ કરવામાં આવ્યું...
આ પ્રસંગે ગૌશાળામાં સત્યનારાયણ ભગવાનની કથા તથા બટુક ભોજન નાં કાર્યક્રમો યોજાયા હતા.ધાવા ગીર ગામની વિશાળ ગૌશાળામાં ૧૮૦ ગૌમાતા નિવાસ કરે છે.ગૌશાળામાં સુવિધાપૂર્ણ શેડ બંધાતા ચોમાસામાં રહેવા માટે ગૌમાતાને પડતી મુશ્કેલી કાયમી માટે દૂર થઈ છે.ગૌશાળાને સુવિધાપૂર્ણ બનાવવાના કાર્યને ગૌભક્તોએ આવકારી ગૌશાળાના સંચાલકોને અભિનંદન આપ્યા હતા.ગૌશાળામાં ગૌમાતાને આપવામાં આવતા લીલા ઘાસચારાનું કટિંગ કરવા માટે ઉપયોગી સાફ કટર મશીનનું રાજકોટના ગૌભક્ત ગૌશાળાને અર્પણ કર્યું છે. ગૌશાળાના સંચાલકોએ સાફ કટર મશીન નું દાન કરી ગૌસેવા કરનાર ગૌભકત દાતા નું સન્માનકર્યું હતું. ગૌશાળામાં સત્યનાાયણ ભગવાનની કથા,બટુકભોજન યોજાયા હતા.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ