કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ, વી.જે. મદ્રેસા હાઈસ્કૂલના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો
પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર સ્થિત વી. જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આ
કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ વી.જે. મદ્રેસા હાઈસ્કૂલના વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો।

પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)પોરબંદર સ્થિત વી. જે. મદ્રેસા બોયઝ એન્ડ ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વાર્ષિક ઈનામ વિતરણ અને સાંસ્કૃતિક કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.

વી.જે. મદ્રેસા હાઈસ્કૂલના વાર્ષિકોત્સવમાં સંબોધન કરતા કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, આ શાળા રાજ્યની જૂની અને ઐતિહાસિક શાળાઓમાંની એક છે અને તેનું ગૌરવ એ સમગ્ર જિલ્લાનું ગૌરવ છે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, શાળામાં વિદ્યાર્થીઓનો શૈક્ષણિક સ્તરે જે રીતે વિકાસ થઈ રહ્યો છે તે પ્રશંસનીય છે. દીકરીઓની પ્રગતિ વિશે વાત કરતા તેમણે જણાવ્યું કે, આજે દીકરીઓ દરેક ક્ષેત્રમાં મોખરે રહીને સમાજનું નામ રોશન કરી રહી છે. આ તકે તેમણે વાલીઓને પણ અપીલ કરી હતી કે તેઓ બાળકોના શિક્ષણમાં પૂરતો રસ લે જેથી સમાજ માટે શ્રેષ્ઠ નાગરિકો તૈયાર કરી શકાય.

અંતમાં તેમણે વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય અને સર્વાંગી સફળતા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.કાર્યક્રમ દરમિયાન શૈક્ષણિક અને સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાના હસ્તે ટ્રોફી અને પ્રમાણપત્ર આપીને પુરસ્કૃત કરવામાં આવ્યા હતા.

આ તકે શાળાના મેનેજિંગ ટ્રસ્ટી ફારૂકભાઈ સુર્યા સહિત શાળાના શિક્ષકો, વાલીઓ અને પોરબંદરના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya

 rajesh pande