ગ્લોબલ માર્કેટમાં પોરબંદર'ની મત્સ્ય સંપત્તિનો દબદબો.
પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત સરકાર જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા રાજ્યના દરિયાકિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે, ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ ''બ્લુ ઈકોનોમી'' (Blue Economy) ક્રાંતિનું કેન્દ્રબિંદુ બની
ગ્લોબલ માર્કેટમાં પોરબંદર'ની મત્સ્ય સંપત્તિનો દબદબો.


ગ્લોબલ માર્કેટમાં પોરબંદર'ની મત્સ્ય સંપત્તિનો દબદબો.


ગ્લોબલ માર્કેટમાં પોરબંદર'ની મત્સ્ય સંપત્તિનો દબદબો.


ગ્લોબલ માર્કેટમાં પોરબંદર'ની મત્સ્ય સંપત્તિનો દબદબો.


પોરબંદર, 06 જાન્યુઆરી (હિ.સ.)ગુજરાત સરકાર જ્યારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દ્વારા રાજ્યના દરિયાકિનારાને આર્થિક વિકાસનું એન્જિન બનાવી રહી છે, ત્યારે અરબી સમુદ્રના ખોળે વસેલું પોરબંદર આ 'બ્લુ ઈકોનોમી' (Blue Economy) ક્રાંતિનું કેન્દ્રબિંદુ બની રહ્યું છે. પોરબંદરમાં પણ મત્સ્ય નિકાસ ક્ષેત્રે અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પોરબંદર હવે માત્ર ધાર્મિક પ્રવાસન પૂરતું સીમિત નથી, પરંતુ દરિયાઈ ઉત્પાદનોની નિકાસમાં પણ વિશ્વ સ્તરે પોતાની ઓળખ મજબૂત કરી રહ્યું છે. MPEDA (Marine Products Export Development Authority) ના રેકોર્ડ મુજબ, પોરબંદર સબ-ડિવિઝન હેઠળ કેટલીક અગ્રણી પેઢીઓ કાર્યરત છે જે આંતરરાષ્ટ્રીય બજારમાં સી-ફૂડ પહોંચાડે છે. આ પેઢીઓ દ્વારા યુરોપ, એશિયા અને અમેરિકા જેવા દેશોના બજારોમાં પોરબંદરની માછલીઓ અને દરિયાઈ ઉત્પાદનોની નિકાસ કરવામાં આવે છે.

પોરબંદરની બ્લુ ઈકોનોમીની ખાસિયત એ છે કે હવે અહીં માત્ર માછલી પકડવામાં જ નથી આવતી, પરંતુ તેનું હાઈ-ટેક પ્રોસેસિંગ પણ થાય છે. જિલ્લામાં અનેક અત્યાધુનિક યુનિટ્સ કાર્યરત છે. જેમાં પ્રોસેસિંગ અને કોલ્ડ સ્ટોરેજ યુનિટ્સ દરિયાઈ ઉત્પાદનોની ગુણવત્તા જાળવી રાખવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ફિશ મીલ અને ઓઈલ એકમો વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને નિકાસલક્ષી ઉત્પાદનો તૈયાર કરી રહ્યા છે. તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં વનાણા GIDC વિસ્તાર હવે મત્સ્ય ઉદ્યોગ માટેના નવા હબ તરીકે ઉભરી આવ્યો છે, જ્યાં કેટલાક મોટા પ્લાન્ટ્સ કાર્યરત છે.

વૈશ્વિક બજારમાં ટકી રહેવા માટે પોરબંદરના નિકાસકારો MPEDA ના માર્ગદર્શન હેઠળ આંતરરાષ્ટ્રીય સર્ટિફિકેટ્સ અને આધુનિક મશીનરીનો ઉપયોગ કરી રહ્યા છે. રેડી-ટુ-ઈટ અને રેડી-ટુ-કૂક પ્રોડક્ટ્સના વધતા ટ્રેન્ડને કારણે સ્થાનિક ઉદ્યોગોમાં વેલ્યુ એડિશન પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે.

બ્લુ ઈકોનોમીના વિકાસથી પોરબંદરમાં પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે હજારો પરિવારોને રોજગારી મળી રહી છે. ફિશ માર્કેટથી લઈને અત્યાધુનિક પ્રોસેસિંગ પ્લાન્ટ્સ સુધી ફેલાયેલું આ નેટવર્ક પોરબંદરના અર્થતંત્રને નવી ઊંચાઈએ લઈ જઈ રહ્યું છે.

આ અંગે વિગતો આપતા પોરબંદર જિલ્લા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક કે. એમ. સીકોતરીયાએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લામાં વાર્ષિક આશરે 88,000 મેટ્રિક ટન જેટલું મત્સ્ય ઉત્પાદન થાય છે. અહીં મુખ્યત્વે રીબન ફિશ, ટ્યુના, મેકરલ, રાની ફિશ, પાપલેટ, હિલ્સા, શાર્ક અને સિલ્વર ફિશ જેવી વિવિધ માછલીઓ તેમજ સ્મોલ, મિડિયમ, ટાઈગર ઝીંગા અને લોબસ્ટર જેવી ઝીંગાની વિવિધ જાતો ઉપલબ્ધ છે. કુલ ઉપાદન માંથી કેટલાક પ્રમાણમાં સી-ફુડનુ પ્રોસેસિંગ કરીને વિદેશમાં નિકાસ કરવામાં આવે છે.

વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અંતર્ગત રાજકોટ ખાતે યોજાનાર 'વાઈબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ'માં 'બ્લ્યુ ઇકોનોમી' વિષય પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. આ અંતર્ગત મત્સ્યોદ્યોગને લગતી વિવિધ પેનલ ડિસ્કશન (ચર્ચાઓ) યોજાશે અને ઉદ્યોગસાહસિકો સાથે MOU પણ કરવામાં આવશે. જેના પરિણામે મત્સ્યોદ્યોગ સાથે સંકળાયેલા માછીમારોની આર્થિક સમૃદ્ધિમાં વધારો થશે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande