વહીવટી સરળતા માટે અમરેલી જિલ્લામાં ચાર પીઆઇની બદલી, એસપીના હુકમથી ફેરફાર
અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) વહીવટી સરળતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવા માટે અમરેલી જિલ્લામાં ચાર પીઆઇ સહિત પોલીસ બેડામાં મહત્વપૂર્ણ બદલીઓ કરવામાં આવી છે. જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની બદલીના હુકમો જિલ્લા પો
વહીવટી સરળતા માટે અમરેલી જિલ્લામાં ચાર પીઆઇની બદલી, એસપીના હુકમથી ફેરફાર


અમરેલી, 05 જાન્યુઆરી (હિ.સ.) વહીવટી સરળતા અને કામગીરીમાં વધુ અસરકારકતા લાવવા માટે અમરેલી જિલ્લામાં ચાર પીઆઇ સહિત પોલીસ બેડામાં મહત્વપૂર્ણ બદલીઓ કરવામાં આવી છે. જિલ્લામાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પીઆઇ અને પીએસઆઇની બદલીના હુકમો જિલ્લા પોલીસ વડા એસપી સંજય ખરાતે દ્વારા કરવામાં આવ્યા છે.

આ બદલીઓ મુજબ એલ.સી.બી. પી.આઇ. કલોદરાની રાજુલા પોલીસ સ્ટેશન ખાતે બદલી કરાઈ છે. જ્યારે એ.ડી. ચાવડાને એલ.સી.બી. પી.આઇ. તરીકે નવી જવાબદારી સોંપવામાં આવી છે. તે સાથે કે.એલ. ખટાણાને સાઇબર ક્રાઇમ શાખામાં અને આર.જી. ચૌહાણને એસ.ઓ.જી. શાખામાં બદલી કરાઈ છે, જેથી વિશેષ તપાસ અને ગુનાખોરી નિવારણની કામગીરી વધુ મજબૂત બની શકે.

આ ઉપરાંત કે.વી. ચુડાસમાને ખાંભા પોલીસ સ્ટેશન ખાતે ફરજ પર મૂકવામાં આવ્યા છે. આ તમામ બદલીઓ પોલીસ વિભાગની આંતરિક વ્યવસ્થા વધુ સુચારુ બનાવવા અને કાર્યક્ષમતા વધારવાના હેતુથી કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.

પોલીસ વિભાગના સૂત્રો અનુસાર, અમરેલી પોલીસ બેડામાં હજુ અન્ય બદલીઓનો ગંજીપો ચીપાયો હોવાની ચર્ચા પણ ચાલી રહી છે. આગામી દિવસોમાં વધુ અધિકારીઓના બદલી હુકમો જાહેર થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Gondaliya Abhishek Nandrambhai


 rajesh pande