
ભાવનગર 7 જાન્યુઆરી (હિ.સ.)
આધુનિકીકરણ અને આવક વૃદ્ધિમાં નોંધપાત્ર પ્રગતિ
પશ્ચિમ રેલવેના ભાવનગર રેલવે મંડળે વર્ષ 2025 દરમિયાન રેલ સુરક્ષા, યાત્રી સુવિધાઓના વિસ્તરણ, આધારભૂત ઢાંચાના મજબૂતિકરણ, આધુનિકીકરણ તેમજ આવક વૃદ્ધિના ક્ષેત્રોમાં અભૂતપૂર્વ અને ઐતિહાસિક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. વિવિધ વિભાગોના સંકલિત પ્રયાસોના પરિણામે મંડળે સુરક્ષિત, સુવિધાજનક અને આધુનિક રેલ સેવાઓ પ્રદાન કરવાની દિશામાં નોંધપાત્ર પ્રગતિ નોંધાવી છે.
સુરક્ષા અને આધારભૂત ઢાંચામાં મજબૂત સુધાર
ભાવનગર મંડળમાં રેલ સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતાં વર્ષ 2025 દરમિયાન 17 લેવલ ક્રોસિંગનો ઉચ્છેદ ROB/RUB નિર્માણ, ડાયવર્ઝન તથા સીધા બંધ દ્વારા સુધાર કરવામાં આવ્યો છે. આ સમયગાળામાં 5 RUB અને 1 ROBનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. યાત્રી સુવિધા માટે સિહોર જંક્શન ખાતે નવો ફૂટ ઓવર બ્રિજ લોકાર્પિત કરવામાં આવ્યો છે તેમજ મંડળના વિવિધ સ્ટેશનો પર 12 નવા FOB પ્રસ્તાવિત/નિર્માણાધીન છે.
અતિક્રમણ અટકાવવા માટે 9.245 કિમી બાઉન્ડ્રી વોલનું નિર્માણ કરવામાં આવ્યું છે અને પાણી ભરાવાની સમસ્યાના નિવારણ માટે દામનગર–લિલિયા મોટાં સેક્શનમાં વધારાના વોટર-વે બ્રિજનું નિર્માણ પણ પૂર્ણ થયું છે. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ મહુવા, રાજુલા જં., જામજોધપુર, સિહોર જં., લિંબડી અને પાલિતાણા સ્ટેશનોનું માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું છે.
સુરક્ષા, આધુનિકીકરણ અને ઉત્તમ યાત્રા અનુભવ
રેલ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે હોટ એક્સલ બોક્સ ડિટેક્ટર (HABD) સિસ્ટમ લિલિયા મોટાં, રાણપુર, તરાસઈ અને ચોકી સ્ટેશનો પર સ્થાપિત કરવામાં આવી છે. ખોડિયાર મંદિર સ્ટેશન પર 29.10.2025ના રોજ ઇલેક્ટ્રોનિક ઇન-મોશન વેઇંગ સિસ્ટમ કાર્યરત કરવામાં આવી, જેના દ્વારા ઓવરલોડિંગ પર અસરકારક નિયંત્રણ શક્ય બન્યું છે.
યાત્રીઓની સુરક્ષા અને આરામને ધ્યાનમાં રાખી અનેક મુખ્ય ટ્રેનોના રેક ICFમાંથી આધુનિક LHB કોચમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ભાવનગર–અયોધ્યા કૅન્ટ વચ્ચે નવી સાપ્તાહિક LHB ટ્રેન સેવા 03.08.2025થી શરૂ કરવામાં આવી છે.
વેરાવળ–સાબરમતી વચ્ચે 26.05.2025થી “વંદે ભારત એક્સપ્રેસ” (અઠવાડિયામાં 6 દિવસ, ગુરુવાર સિવાય) શરૂ કરવામાં આવી છે. તેમજ પોરબંદર–રાજકોટ વચ્ચે 14.11.2025થી 2 નવી પેસેન્જર ટ્રેનો પણ શરૂ કરવામાં આવી છે. ભવિષ્યની યોજનાઓમાં ₹136 કરોડના ખર્ચે રાણાવાવ ખાતે અત્યાધુનિક ઇન્ટિગ્રેટેડ કોચિંગ ડિપો અને ₹98 કરોડના ખર્ચે આદિતપરા (પોરબંદર) ખાતે આધુનિક BOT લૉન્ડ્રીનો સમાવેશ થાય છે.
યાત્રીઓની સુરક્ષા અને માનવતાભર્યું સેવા કાર્ય
RPF ભાવનગર મંડળ દ્વારા વર્ષ 2025 દરમિયાન યાત્રીઓની સુરક્ષા અને સહાય ક્ષેત્રે પ્રશંસનીય કામગીરી કરવામાં આવી છે. ઓપરેશન અમાનત અંતર્ગત ₹39.80 લાખથી વધુ મૂલ્યની ગુમ થયેલી સંપત્તિ યાત્રીઓને સુરક્ષિત પરત અપાઈ છે. ઓપરેશન નન્હે ફરિશ્તે હેઠળ 35 બાળકોને રેસ્ક્યૂ કરી તેમના પરિવારજનો સાથે મિલાવવામાં આવ્યા છે. રેલ સંપત્તિ ચોરી, ગેરકાયદેસર મુસાફરી, અતિક્રમણ અને પથ્થરમારાની ઘટનાઓ અટકાવવા સતત કાર્યવાહી અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે.
એક નોંધપાત્ર માનવતાભર્યા ઉદાહરણરૂપે, RPF કર્મચારી દ્વારા 30.04.2025ના રોજ ગોંડલ સ્ટેશન પર સમયસર CPR આપી એક યાત્રીનો જીવ બચાવવામાં આવ્યો હતો, જેની વ્યાપક પ્રશંસા કરવામાં આવી.
યાત્રી સુવિધાઓ અને આવકમાં રેકોર્ડ વૃદ્ધિ
ભાવનગર મંડળે યાત્રી સુવિધાઓ માટે ₹170 કરોડથી વધુનું રોકાણ કરી ડિજિટલ જાહેરાત પ્રણાલી, માર્ગદર્શક બોર્ડ, FOB, પ્લેટફોર્મ ઉન્નતિકરણ અને સ્ટેશન પુનર્વિકાસના કાર્યો પૂર્ણ કર્યા છે.
નાણાકીય વર્ષ 2025–26 (જાન્યુઆરીથી ડિસેમ્બર 2025 સુધી):
• કુલ આવક ₹1375.94 કરોડ પ્રાપ્ત
• એપ્રિલથી ડિસેમ્બર 2025 દરમિયાન ₹1061.36 કરોડની આવક
• સર્વાધિક માસિક યાત્રી આવક ₹29.50 કરોડ (નવેમ્બર 2025)
• સર્વાધિક દૈનિક યાત્રી આવક ₹1.31 કરોડ (29.10.2025)
• ડિસેમ્બર 2025માં ખાતરના 94 રેક લોડ કરી ₹46.83 કરોડની આવક
• એપ્રિલ 2025માં LPGના 77 રેક લોડ કરી ₹21.92 કરોડની આવક
• ટિકિટ ચેકિંગથી એક દિવસમાં ₹9.05 લાખ (15.10.2025)
• એક જ EFTમાં સર્વાધિક વસૂલાત ₹78,060/- રાજન કુમાર સિંહ, CTI/વેરાવળ, 22.12.2025)
• NFRમાં 14.5% અને સન્ડ્રી રેવન્યુમાં 16.6% વૃદ્ધિ
• જૂનાગઢમાં પ્રથમવાર ગેમ ઝોન 19.11.2025થી શરૂ
ભાવનગર મંડળની અન્ય સિદ્ધિઓ
• ભાવનગર પરા સ્ટેશન પર યાત્રી લિફ્ટનું કમિશનિંગ
• DRM કચેરી (135.3 KWp) અને કમ્યુનિટી હોલ, ભાવનગર પરા (50.6 KWp) – કુલ 185.9 KWp સોલાર પ્લાન્ટ સ્થાપિત
• PPSPથી એક મહિને સર્વાધિક 43 લાંબા કન્ટેનર ટ્રેનોનું સંચાલન
• 68મી પેન્શન અદાલતમાં (ડિસેમ્બર 2025) 225 કેસોનું નિવારણ
• કર્મચારીઓની ફરિયાદો માટે વિવિધ સ્ટેશનો પર હેલ્પ ડેસ્ક કિયોસ્ક
• LC-35 (સરખેજ–મોરૈયા)નું ઇન્ટરલોકિંગ કાર્ય 30.12.2025ને કમિશન્ડ
• બોટાદ ખાતે ટ્રેક મેન્ટેનેન્સ ડિપો (11.11.2025)
• DRH ભાવનગરમાં નવજાત શિશુઓ માટે ફોટોથેરાપી યુનિટ
• વર્ષ 2025માં 4 FOB તૈયાર, 12 પ્રગતિ પર, 7 પ્રસ્તાવિત
• 16 સ્ટેશનો પર 40 લિફ્ટનું કાર્ય પ્રગતિ પર, 6 લિફ્ટ પ્રસ્તાવિત
• 12 સ્ટેશનો પર કોચ ઈન્ડિકેટર સ્થાપિત
• 12 સ્ટેશનો પર વેઇટિંગ રૂમ તૈયાર
• 17 સ્ટેશનો પર પ્લેટફોર્મ ઉન્નતિકરણ પૂર્ણ
• પેન્શનરોની ફરિયાદોનું સમયસર નિરાકરણ
• નાણાં વિભાગ દ્વારા 4085 પ્રસ્તાવોની તપાસ, ₹98.80 કરોડની બચત
વર્ષ 2025 દરમિયાન ભાવનગર રેલવે મંડળ દ્વારા કરવામાં આવેલા સંકલિત પ્રયાસોના પરિણામે રેલ સુરક્ષા, યાત્રી સુવિધા, સેવા ગુણવત્તા, સમયપાલન અને આવક વૃદ્ધિના ક્ષેત્રોમાં નવા માપદંડો સ્થાપિત થયા છે. પશ્ચિમ રેલવેનું ભાવનગર મંડળ ભવિષ્યમાં પણ યાત્રીઓને સુરક્ષિત, આધુનિક, સુવિધાજનક અને વિશ્વસનીય રેલ સેવાઓ પ્રદાન કરવા સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.
---------------
હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ