આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ, લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા
ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત મંગળવારે લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વ
આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ સેવાના નવા રૂટ શરૂ કરાયા


ગાંધીનગર, 07 જાન્યુઆરી (હિ.સ.) : નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા આકસ્મિક આણંદ બસ સ્ટેશનની મુલાકાત મંગળવારે લેવામાં આવી હતી.

આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓ સાથે બસમાં જઈને નાયબ મુખ્યમંત્રી દ્વારા સંવાદ કરવામાં આવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા તેમને પડતી તકલીફોની રજૂઆત કરતા જણાવ્યું હતું કે બોરસદ અને ડાકોરની વધારાની ટ્રીપ શરુ કરવામાં આવે તો વિદ્યાર્થીઓને સુગમતા રહે અને અમારી માંગણીનું નિરાકરણ થાય. આ વાત સાંભળીને નાયબ મુખ્યમંત્રી એ આણંદ બસ સ્ટેશન ઉપરથી જ ઉચ્ચ અધિકારી સાથે ફોન ઉપર વાત કરીને તાત્કાલિક અસરથી બોરસદ અને ડાકોર

ની બસ સેવા શરૂ કરવા સૂચના આપી હતી.

જે અન્વયે આજે તા.૦૭/૦૧/૨૦૨૬, બુધવારના રોજ આણંદ તથા બોરસદ એસ. ટી. ડેપો સંચાલિત નવીન આણંદ-ડાકોર અને આણંદ-બોરસદ લોકલ બસ શરૂ કરવામાં આવી છે. આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને મહાનુભાવો દ્વારા લીલી ઝંડી આપી નવીન રૂટની બસને પ્રસ્થાન કરાવવામાં આવી હતી.

ધારાસભ્ય યોગેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની મુલાકાત થી તાત્કાલિક અસરથી નવી બસના રૂટ શરૂ કરવાથી વિદ્યાર્થીઓની માંગણી પૂરી થઈ છે અને વિદ્યાર્થીઓને અવરજવર કરવામાં અનુકૂળ રહેશે.

અપડાઉન કરતા વિદ્યાર્થીઓ અને મુસાફરો એ નવા રૂટ શરૂ થવાથી ખુશી વ્યક્ત કરી હતી.

આ સમયે વિભાગીય નિયામક સી. ડી મહાજન, ડી. ટી. ઓ નાયી, આણંદ ડેપો મેનેજર કે. એમ. શ્રીમાળી, આણંદ એસ.ટી ડેપોનો સ્ટાફ, નડિયાદ વિભાગીય કચેરી સ્ટાફ સહીત એસ ટી વિભાગના કર્મચારીગણ સહિત મુસાફર, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande