દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ રચ્યો ઇતિહાસ,
ભાવનગર,08 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્ય સ્તરે જીત્યા બે રજત પદકમાનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારની પ્રેરણાથી દર વર્ષે આયોજિત થતા વિશેષ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ પોતાના અદમ્ય સ
દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ


ભાવનગર,08 જાન્યુઆરી (હિ.સ.) ભાવનગર રેલવે મંડળના પરાક્રમસિંહ ગોહિલે રાજ્ય સ્તરે જીત્યા બે રજત પદકમાનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગુજરાત સરકારની પ્રેરણાથી દર વર્ષે આયોજિત થતા વિશેષ ખેલ મહાકુંભમાં દિવ્યાંગ ખેલાડીઓની પ્રતિભાએ પોતાના અદમ્ય સાહસ, સમર્પણ અને ઉત્તમ પ્રદર્શન દ્વારા ફરી એકવાર સૌનું ધ્યાન આકર્ષિત કર્યું છે.

આ જ ક્રમમાં પરાક્રમસિંહ કનુભા ગોહિલ (કપ્તાન)ના કુશળ નેતૃત્વ હેઠળ ‘વોરિયર’ ભાવનગર ટીમે પેરા સિટિંગ વોલીબોલની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યની 19 ટીમો સાથે કડક સ્પર્ધા બાદ રજત પદક પ્રાપ્ત કરી ભાવનગરનું ગૌરવ વધાર્યું છે.

આ સ્પર્ધા પેરા સ્પોર્ટ્સ એસોસિએશન ગુજરાતની આગેવાની હેઠળ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, મરીડા ભાગોડ, નડિયાદ ખાતે 02 જાન્યુઆરી 2026 થી 05 જાન્યુઆરી 2026 દરમિયાન આયોજિત કરવામાં આવી હતી. સાથે સાથે પરાક્રમસિંહ કાનુભા ગોહિલે એથ્લેટિક્સની શોટપુટ (ગોળા ફેંક) સ્પર્ધાની રાજ્ય સ્તરીય સ્પર્ધામાં પણ ઉત્તમ પ્રદર્શન કરી રજત પદક હાંસલ કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિ ટીમની કઠોર મહેનત, શિસ્ત અને કપ્તાન પરાક્રમસિંહ ગોહિલના પ્રેરણાદાયી નેતૃત્વનું પ્રતિફળ છે.

ગૌરવની વાત એ છે કે દિવ્યાંગ કર્મચારી પરાક્રમસિંહ કાનુભા ગોહિલ હાલ પશ્ચિમ રેલવે, ભાવનગર મંડળના મંડળ રેલ પ્રબંધક કાર્યાલયમાં વાણિજ્ય વિભાગ હેઠળ મુખ્ય વાણિજ્ય ક્લાર્ક તરીકે ફરજ બજાવી રહ્યા છે.

હિન્દુસ્થાન સમાચાર / ભરતસિંહ જાદવ


 rajesh pande