ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્ય ધોરીમાર્ગના મજબૂતીકરણને રૂ. 55.80 કરોડની મંજૂરી
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્ય ધોરીમાર્ગના મજબૂતીકરણ માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા રૂ. 55.80 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે. પ્રોજેક્ટ હેઠળ કિ.મી. 88
ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્ય ધોરીમાર્ગના મજબૂતીકરણને રૂ. 55.80 કરોડની મંજૂરી


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લામાં ચાણસ્મા–પાટણ–ડીસા રાજ્ય ધોરીમાર્ગના મજબૂતીકરણ માટે માર્ગ અને મકાન (રાજ્ય) વિભાગ દ્વારા રૂ. 55.80 કરોડની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટની કામગીરી હાલમાં પ્રગતિ હેઠળ છે.

પ્રોજેક્ટ હેઠળ કિ.મી. 88/800 થી 100/00 સુધીના કુલ 9.85 કિ.મી. રસ્તાનું મજબૂતીકરણ કરવામાં આવશે. જેમાં FDR, સીસી ગટર લાઇન, સ્ટ્રોમ વોટર ડ્રેઇન, આસફાલ્ટ વર્ક, રોડ ફર્નિચર અને સીસી ક્રેશ બેરિયર સહિતના કામો સામેલ છે.

માર્ગ અને મકાન વિભાગ દ્વારા રાજ કન્સ્ટ્રક્શન કુ. ને 5 મે, 2025ના રોજ વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. હાલ સ્ટ્રોમ વોટર ડ્રેઇન અને GSBની કામગીરી ચાલી રહી છે અને પ્રોજેક્ટ 4 મે, 2026 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

આ માર્ગના વિકાસથી મુસાફરી વધુ સુરક્ષિત બનશે, અકસ્માતોનું જોખમ ઘટશે અને સમય તથા ઇંધણની બચત થશે. સાથે સાથે વેપાર-વાણિજ્યમાં વૃદ્ધિ, રોજગારીની તકો અને શિક્ષણ-આરોગ્ય જેવી સુવિધાઓની વધુ સારી પહોંચથી સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande