પાટણની માંડેસરીપુરા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક લત્તાબેન પટેલની બદલી થતાં ભાવભીની વિદાય
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા સ્થિત માંડેસરીપુરા (અજુજા) પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક લત્તાબેન નાગરભાઈ પટેલને બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો. લત્તાબેન પટેલે છેલ્લા 22 વર્ષથી આ શાળ
માંડેસરીપુરા પ્રાથમિક શાળાના ઉપશિક્ષક લત્તાબેન પટેલને બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભાવભીની વિદાય


પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા સ્થિત માંડેસરીપુરા (અજુજા) પ્રાથમિક શાળામાં ઉપશિક્ષક લત્તાબેન નાગરભાઈ પટેલને બદલી થતાં શાળા પરિવાર અને ગ્રામજનો દ્વારા ભાવભીનો વિદાય સમારંભ યોજાયો હતો.

લત્તાબેન પટેલે છેલ્લા 22 વર્ષથી આ શાળામાં શિક્ષક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. તેમના શિક્ષણ કાર્ય અને શાળાના સર્વાંગી વિકાસમાં આપેલા યોગદાનને સૌએ યાદ કર્યું હતું.

વિદાય પ્રસંગે લત્તાબેન પટેલે શાળાના વિકાસ માટે ₹51,000નું દાન આપ્યું હતું. તેમના આ ઉદાર યોગદાન બદલ શાળા પરિવારે દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande