
પાટણ, 08 જાન્યુઆરી (હિ.સ.) : સિદ્ધપુર ખાતે માધ્યમિક શાળાના આચાર્યો માટે આયોજિત ત્રણ દિવસીય તાલીમ કાર્યક્રમ આજ રોજ પૂર્ણ થયો. જીસીઈઆરટી ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન પાટણ માર્ગદર્શિત સરસ્વતી શાળા વિકાસ સંકુલ સિદ્ધપુર દ્વારા ‘જવાબદાર નેતૃત્વ’ વિષય પર એલ.એસ. હાઈસ્કૂલમાં આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તાલીમમાં સંકુલની વિવિધ ગ્રાન્ટેડ તથા સરકારી માધ્યમિક શાળાઓના આચાર્યો જોડાયા હતા. અંતિમ દિવસે જિલ્લા શિક્ષણાધિકારી અશોક ચૌધરી, શિક્ષણ નિરીક્ષક નરેન્દ્ર પટેલ અને જિલ્લા આચાર્ય સંઘના પ્રમુખ મનીષ પટેલે ઉપસ્થિત રહી શાળાકીય વહીવટ, નેતૃત્વ ગુણો અને શૈક્ષણિક ગુણવત્તા સુધારણા અંગે માર્ગદર્શન આપ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું આયોજન અને મોનિટરીંગ સંકુલના કન્વીનર તથા એલ.એસ. હાઈસ્કૂલના આચાર્ય મુકેશ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું. તાલીમ સફળતાપૂર્વક પૂર્ણ થતા આચાર્યોમાં નવી ઊર્જા અને વહીવટી કુશળતાનો વિકાસ થયો હોવાનું જણાવાયું છે.
હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ