પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિશા સમિતિની બેઠક યોજાઈ
પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. બેઠક પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકનો મુખ્ય હેતુ કે
પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા દિશા સમિતિની બેઠક યોજાઈ


પાટણ, 09 જાન્યુઆરી (હિ.સ.)પાટણ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ડિસ્ટ્રિક્ટ ડેવલોપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી (દિશા)ની બેઠક યોજાઈ હતી. બેઠક પાટણના સાંસદ ભરતસિંહજી ડાભીની અધ્યક્ષતામાં યોજાઈ હતી.

બેઠકનો મુખ્ય હેતુ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ હેઠળ જિલ્લામાં ચાલી રહેલી કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરવાનો હતો. આ દરમિયાન જિલ્લાના વિવિધ વિભાગો તેમજ તમામ નગરપાલિકાઓ દ્વારા કરાતી કામગીરી અંગે અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યા હતા.

સાંસદ ભરતસિંહજી ડાભીએ પાટણ શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા અને સ્વચ્છતા સુધારવા બાબતે જરૂરી સૂચનો આપ્યા હતા. બેઠકમાં જળસ્ત્રાવ વિકાસ, આરોગ્ય, આંગણવાડી, શિક્ષણ, ખેતી, માર્ગ-મકાન, પેયજળ, મધ્યાહન ભોજન, વિજળી સહિતની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલ ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર, ચાણસ્મા ધારાસભ્ય દિનેશજી ઠાકોર, જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ. પટેલ, નગરપાલિકા પ્રમુખો તેમજ જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande