ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો
-મહંત માધવાનંદ એમપીના હોય તેઓ વાઘની ખાલ અને નખ સહિતના અંગોની તસ્કરી કરતા હોવાની શંકા -આ ચામડું 35 વર્ષથી વધુ થયા હોય આ જગ્યા પર હતું એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યું -વાઘની ખાલ અને નખ મહારાજ જ્યાં રહેતા હતા એ રૂમમાંથી જ મળી આવ્યું છે -ફોરેસ્ટ અધ
ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો


ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો


ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો


ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો


ગુજરાતમાં પ્રથમવાર નર્મદામાંથી 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો


-મહંત માધવાનંદ એમપીના હોય તેઓ વાઘની ખાલ અને નખ સહિતના અંગોની તસ્કરી કરતા હોવાની શંકા

-આ ચામડું 35 વર્ષથી વધુ થયા હોય આ જગ્યા પર હતું એમ રેન્જ ફોરેસ્ટ ઓફિસરએ જણાવ્યું

-વાઘની ખાલ અને નખ મહારાજ જ્યાં રહેતા હતા એ રૂમમાંથી જ મળી આવ્યું છે

-ફોરેસ્ટ અધિનિયમ હેઠળ (તસ્કરી) નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે

નર્મદા 09 જાન્યુઆરી (હિ.સ.) ગુજરાત રાજ્યના ઇતિહાસમાં સૌથી વધુ માત્રામાં રાજપીપળા જિલ્લામાંથી પાંચ મહિના પહેલા મહંત માધવાનંદના નિધન પછી મકાનના રીનોવેશનની કામગીરી દરમિયાન સંભવિત વાઘના અંગોનો જંગી જથ્થો મળ્યો છે.

રાજપીપળાથી ચિત્રાવાડી જવાના રસ્તે આવેલા ધર્મેશ્વર મહાદેવ મંદિરના ગત વર્ષે જુલાઈ મહિનામાં મૃત્યુ પામેલા મહંતના બંધ મકાનમાં પતરાની જર્જરીત પેટીમાંથી વાઘના 37 આખા અને 4 ટુકડા મળી 41 ચામડાના ભાગ અને 133 જેટલા નખ મળી આવ્યા છે .મૃતક મહંત ગુરુ માધવાનંદ મધ્યપ્રદેશના રહેવાસી હોવાથી તેઓ વાઘના ચામડા તથા નખની તસ્કરીનું રેકેટ ચલાવતા હોવાની આશંકા સેવાય રહી છે .ગુજરાતની આ પ્રકારની આટલી મોટી માત્રામાં વાઘનું ચામડું મળ્યું હોય તેવી પ્રથમ ઘટના છે .

ધર્મેશ્વર મહાદેવ મંદિરના મહંતનો 7 જુલાઈ 2025 ના રોજ 95 વર્ષની વયે નિધન થયું હતું .તેઓ મંદિરની બાજુમાં આવેલા આશરે 90 વર્ષ જૂના બે માળના મકાનમાં રહેતા હતા .ટ્રસ્ટીઓએ મંદિરના નવીનીકરણનો નિર્ણય લેતા મૃતક મહારાજના મકાનનો દરવાજો ખોલવામાં આવતા તેમાંથી દુર્ગંધ આવવા લાગી હતી જેથી વન વિભાગને જાણ કરાઈ હતી. ટીમે મહારાજના મકાનના બીજા માળે તપાસ કરતા મળી આવેલ પતરાની પેટી ખોલતા તેમાંથી સમાચારપત્રોમાં વીંટાળેલા વાઘની આખી ખાલ મળી આવી હતી.આ મળી આવેલા અવશેષો એફએસએલમાં મોકલવામાં આવ્યા છે. માધવાનંદ મધ્યપ્રદેશના હોય તેને મળવા અનેક અનુયાયીઓ આવતા હોય મહારાજને વાઘના ચામડા અને નખ આપી જતા હોવાની આશંકાને છે .

રાજપીપલા શહેર નજીક આવેલ ધર્મેશ્વર મહાદેવ મંદિરના 90 વર્ષ જુના મકાનમાંથી મળ્યા વાઘના નખ અને ચામડા મોટા પ્રમાણમાં.ગુજરાતમાં પ્રથમવાર 40 થી વધુ વાઘના ચામડા અને નખ મળ્યાનો પ્રથમ કિસ્સો . 37 વાઘના ચામડા આખા, ચામડાના 4 ટુકડા અને 133 જેટલા વાઘના નખ મળી આવ્યા છે .અહીંયા મંદિરમાં રહેતાં મહારાજનું 7-7-2025 ના રોજ દેવલોક પામ્યા છે.મંદિરના ટ્રસ્ટી દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં હતી રેન્જ ફોરેસ્ટ ઓફિસર જીગ્નેશ સોની અને તેમની ટીમ દ્વારા મંદિર ખાતે જઈને તપાસ કરી છે.

વનવિભાગ મંદિરના નિધન થયેલ મહારાજ સાથે કોણ કોણ સંપર્કમાં હતા એની તપાસ ચાલુ કરી છે.તપાસમાં મોટા માથા નીકળે એવી આશા લાગી રહી છે .મંદિરના ટ્રસ્ટીના કહેવા મુજબ મહારાજ મધ્યપ્રદેશના હોય તેમના અનુયાયીઓ ઘણા આવતા હતા.

મહંત માધવાનંદ 40 વર્ષથી અહીં સેવા કરતા હતા .મંદિરનો વહીવટ લોક ફાળા તથા દાનની રકમમાંથી ચાલતો હતો. સ્વામીના નિધન બાદ તેમનો પાસપોર્ટ મળ્યો હતો .જેમાં તેઓ 1977 ની સાલમાં અમેરિકા ગયા હોવાની પણ વિગતો બહાર આવી છે.

માધવાનંદ મહારાજ મકાનના નીચેના માળે જ રહેતા હતા અને ઉપરના માળ ઉપર તેમનો સામાન રાખતા હતા . તેમના નિધન પહેલા લોકો ખબર લેવા આવતા ત્યારે પણ નીચે જતા રહેતા હતા. મહારાજ જીવિત હતા ત્યારે મંદિરમાં બહારગામથી સાધુઓ આવતા હતા અને રાત્રી રોકાણ પણ કરતા હતા.

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande