કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા પૂર્વ તાલીમાર્થીઓ માટે ફોલોઅપ સેશન યોજાયું
ગાંધીનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા સર્વ નેતૃત્વ કાર્યક્રમના પૂર્વ તાલીમાર્થીઓ માટે પ્રેરણાદાયી ફોલોઅપ સત્રનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ, સેક્ટર -23, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કડી સર્
પૂર્વ તાલીમાર્થીઓ માટે ફોલોઅપ સેશન


પૂર્વ તાલીમાર્થીઓ માટે ફોલોઅપ સેશન


પૂર્વ તાલીમાર્થીઓ માટે ફોલોઅપ સેશન


ગાંધીનગર, 01 ઓક્ટોબર (હિ.સ.) કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ સેલ દ્વારા સર્વ નેતૃત્વ કાર્યક્રમના પૂર્વ તાલીમાર્થીઓ માટે પ્રેરણાદાયી ફોલોઅપ સત્રનું આયોજન બ્રહ્માણી કૃપા હોલ, સેક્ટર -23, ગાંધીનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં કડી સર્વ વિશ્વવિદ્યાલયની વિવિધ કોલેજોના 125 જેટલા વિદ્યાર્થીઓએ સ્વૈચ્છિક રીતે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

સર્વ નેતૃત્વના તાલીમાર્થીઓ માટે યોજાતા આવા ફોલોઅપ સત્રોનો મુખ્ય હેતુ પાંચ દિવસીય તાલીમ દરમિયાન પ્રાપ્ત થયેલા વિચારો અને મૂલ્યોને જીવનમાં સતત અમલમાં મૂકવા માટે પ્રેરણા આપવાનો, સેવાકાર્ય કરનાર યુવાનોને બિરદાવવા તથા પૂર્વ તાલીમાર્થીઓ સાથેના જોડાણને વધુ મજબૂત બનાવવાનો હતો.

સત્રમાં ગુજરાતના જાણીતા ટ્રેનર અને પ્રેરણાદાયી વક્તા દીપક તેરૈયા તથા ઉમા તેરૈયા (UDeepak) તજજ્ઞ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે પોતાના બહોળા અનુભવ આધારિત સંવાદ દ્વારા વિદ્યાર્થીઓને જીવનના વિવિધ મહત્વપૂર્ણ પાસાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સત્ર દરમિયાન સંબંધો, સફળતા, સુખ અને પ્રસન્નતા, સાર્થક અને હેતુપૂર્ણ જીવન તથા કૃતજ્ઞતા જેવા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓને માત્ર સફળતા પ્રાપ્ત કરવા કરતાં જીવનમાં સંતુલન, સારા સંબંધો, આંતરિક પ્રસન્નતા, જીવનનો હેતુ અને કૃતજ્ઞતા ની ભાવના વિકસાવવાના મહત્વ અંગે માર્ગદર્શન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન ડૉ. ધર્મેન્દ્ર પટેલ, રાહુલ સુખડિયા તથા સર્વ નેતૃત્વના સમર્પિત સ્વયંસેવક ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

હિન્દુસ્થાન સમાચાર / અભિષેક બારડ


 rajesh pande