ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો, ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને વડતાલપીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિ રહી માર્કંડેય ઋષિની તપસ્થલી પર આસો સુદ-8 અને દશેરાના પવિત્ર દિવસે યોજાયો ધાર્મિક પ્રસંગ રંગારંગ ધાર્મિક મહોત્સવ, ભવ્ય નગરયાત્રા અને રાસોત્સવ આકર્ષણનું કેન્દ્
ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


ભરૂચમાં હરિકૃષ્ણધામ ગુરુકુલનો ભવ્ય ઉદ્ઘાટન ઉત્સવ તથા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો


રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને વડતાલપીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજની ઉપસ્થિતિ રહી

માર્કંડેય ઋષિની તપસ્થલી પર આસો સુદ-8 અને દશેરાના પવિત્ર દિવસે યોજાયો ધાર્મિક પ્રસંગ

રંગારંગ ધાર્મિક મહોત્સવ, ભવ્ય નગરયાત્રા અને રાસોત્સવ આકર્ષણનું કેન્દ્ર બન્યું

સીબીએસઈ બોર્ડ, ડે-સ્કૂલ અને હોસ્ટેલ વિથ એસી સુવિધા

નર્મદા કાંઠે પ્રદૂષણ મુક્ત વાતાવરણમાં કુમારો માટે આંતરરાષ્ટ્રીય કક્ષાનું ગુરુકુલ આકાર પામ્યું

ભરૂચ 20 ઓક્ટોબર (હિ.સ.)

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્થાનની નૂતન શાખા સ્વામિનારાયણ ગુરુકુલ ભરૂચ હરિકૃષ્ણધામ ખાતે, ઘનશ્યામ મહારાજ તથા દેવોનો ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગુરુકુલ ઉદ્ઘાટન ઉત્સવ 19 અને 20 ઓક્ટોબર 2026 આસો સુદ-8 અને દશેરા દરમિયાન અત્યંત ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. પવિત્ર નર્મદા મૈયાના કિનારે તેમજ ભગવાન સ્વામિનારાયણનું નામાકરણ કરનાર માર્કંડેય ઋષિની પાવન તપસ્થલી મુલદ ચોકડી માંડવા પર નિર્માણ પામેલા આ ધામના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને વડતાલ ગાદી પીઠાધિપતિ 1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ ખાસ ઉપસ્થિત રહી આશીર્વાદ આપ્યા હતા .

સર્વાવતારી ભગવાન સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય સિદ્ધાંતોનું જતન કરનાર સંસ્થાપક ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ ધર્મજીવનદાસજી સ્વામીના સંસ્કારોને આગળ ધપાવતા, ગુરુવર્ય દેવકૃષ્ણદાસજી સ્વામીના શુભ આશીર્વાદ, મહંત સ્વામી દેવપ્રસાદદાસજી સ્વામીની પ્રેરણા અને સદ્ગુરુ ધર્મવલ્લભદાસજી સ્વામીની કાર્યશીલતાથી આ મહોત્સવનું આયોજન થયું છે.

આ પ્રસંગે પવિત્ર બ્રહ્મનિષ્ઠ સંતો પૂજ્યપાદ સદ્ગુરુ જ્ઞાનસ્વરૂપદાસજી સ્વામી, દેવકિશોરદાસજી સ્વામી ડી.કે. સ્વામી, ડો. શાસ્ત્રી સંતવલ્લભદાસજી સ્વામી ચેરમેન, વડતાલધામ, દેવપ્રકાશદાસજી સ્વામી કોઠારી, વડતાલધામ, ઘનશ્યામજીવનદાસજી સ્વામી, નારાયણપ્રસાદદાસજી સ્વામી, ભક્તિવલ્લભદાસજી સ્વામી, કૃષ્ણપ્રિયદાસજી સ્વામી, શાસ્ત્રી કૃષ્ણસ્વરૂપદાસજી સ્વામી અંકલેશ્વર, વૈકુંઠપ્રિયદાસજી સ્વામી ભરુચ તથા અમનગીરીબાપુ ઓમકારેશ્વરધામ-માંડવા સહિતના અનેક સંતોની પાવન હાજરી રહી હતી.

19 ઓક્ટોબર 2026 આસો સુદ-8

સવારે 8 કલાકે પ્રતિષ્ઠા મહાયજ્ઞનો વિધિવત પ્રારંભ થયો હતો.બપોરે 4.30 કલાકે હરિભક્તો માટે દિવ્ય સત્સંગ કથાવાર્તા યોજાય હતી. સાંજે 6 કલાકે ઠાકોરજીની ભવ્ય નગરયાત્રા અને ત્યારબાદ ભક્તિમય રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

દશેરાને પાવન દિવસે સવારે 8.30 કલાકે આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના પાવન કરકમલો દ્વારા મૂર્તિઓની પ્રાણપ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ છે .

સવારે 9.30 કલાકે દિવ્ય સત્સંગ સભા યોજાઈ હતી .

બપોરે 4.30 કલાકે ગુરુકુલ સંકુલનો ભવ્ય ઉદ્ઘાટન મહોત્સવ યોજાયો હતો.

આંતરરાષ્ટ્રીય કક્ષાનું શિક્ષણ આ સંકુલ ખાતે સ્વામિનારાયણ ગુરુકુલ ઈન્ટરનેશનલ સ્કૂલ કાર્યરત થઈ છે. જે માત્ર કુમારો માટે છે.સીબીએસઈ બોર્ડ ધોરણ 1 થી 8 માટે એસી ડે-સ્કૂલ અને ધોરણ 5 થી 8 માટે એસી હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.પ્રકૃતિનો ખોળો એનએચ પર મુલદ ચોકડી માંડવા પાસે આવેલું આ સંકુલ સંપૂર્ણપણે પ્રદૂષણ મુક્ત અને કુદરતી વાતાવરણ ધરાવે છે. પ્રવેશ પ્રક્રિયા નવા શૈક્ષણિક સત્ર માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande