તલોદ જીઆઇડીસીમાં ટાયર બનાવતી કંપનીમાં આગ, રજા હોવાથી જાનહાનિ ટળી
હિંમતનગર/અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના તલોદ જીઆઇડીસી વિસ્તારમાં ટાયર બનાવતી એક ખાનગી કંપનીમાં આજે આગ લાગી હતી. આજે દશેરાની રજાનો દિવસ હોવાથી કંપનીમાં કર્મચારીઓ હાજર ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી આગ લાગતા જ વિસ્તારમાં
Fire breaks out at tire manufacturing company in Talod GIDC, casualties avoided due to holiday


હિંમતનગર/અમદાવાદ,20 ઓકટોબર (હિ.સ.) સાબરકાંઠા જિલ્લાના તલોદ જીઆઇડીસી વિસ્તારમાં ટાયર બનાવતી એક ખાનગી કંપનીમાં આજે આગ લાગી હતી. આજે દશેરાની રજાનો દિવસ હોવાથી કંપનીમાં કર્મચારીઓ હાજર ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી આગ લાગતા જ વિસ્તારમાં લોકો ભેગા થઈ ગયા હતા. તલોદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.

આગની જાણ થતા જ તલોદ ફાયર વિભાગની ટીમ તરત પહોંચી હતી. આગ કાબૂમાં લેવા માટે હિંમતનગર અને પ્રાંતિજ ફાયર વિભાગની ટીમોની પણ મદદ લેવાઈ હતી. ત્રણેય ટીમોએ મળીને આગ ઓલવવાનો પ્રયાસ કર્યો હતો.

પ્રાથમિક માહિતી મુજબ, આ કંપનીમાં ટાયર બનાવવામાં આવતા હતા. રજાનો દિવસ હોવાથી કંપનીમાં કર્મચારીઓ હાજર ન હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. આગ કયા કારણે લાગી તે હજુ સ્પષ્ટ નથી.

હિન્દુસ્થાન સમાચાર / હર્ષ શાહ


 rajesh pande