વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓ. મંડળીની ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરનો દબદબાભેર વિજય
સીધા ચૂંટણી જંગમાં 10 મતના માર્જિનથી હરેન્દ્રસિંહ મહીડાને હરાવ્યા કુલ 78 સભાસદોએ મતાધિકાર વાપર્યો 3 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર વાલિયા મલ્ટીપર્પઝ મંડળીની વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન ભરૂચ 20 ઓક્ટોબર (હિ.સ.) વાલિયા ગ્રુપ
વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓ. મંડળીની ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરનો દબદબાભેર વિજય


વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓ. મંડળીની ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરનો દબદબાભેર વિજય


વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓ. મંડળીની ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખેરનો દબદબાભેર વિજય


સીધા ચૂંટણી જંગમાં 10 મતના માર્જિનથી હરેન્દ્રસિંહ મહીડાને હરાવ્યા

કુલ 78 સભાસદોએ મતાધિકાર વાપર્યો 3 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર

વાલિયા મલ્ટીપર્પઝ મંડળીની વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી પ્રક્રિયા સંપન્ન

ભરૂચ 20 ઓક્ટોબર (હિ.સ.)

વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ મંડળી લિમિટેડના વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણીમાં હરેન્દ્રસિંહ ખુમાણસિંહ ખેરે ભવ્ય વિજય મેળવ્યો છે. કુલ એક બેઠક માટે યોજાયેલી સીધી અને રોમાંચક સ્પર્ધામાં તેમણે પોતાના હરીફ ઉમેદવાર હરેન્દ્રસિંહ દુર્જનસિંહ મહીડાને 10 મતોની સરસાઈથી પરાજય આપ્યો હતો. આ ચૂંટણીમાં મંડળીના કુલ 78 સભાસદોએ ઉત્સાહપૂર્વક પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વાલિયા ગ્રુપ મલ્ટીપર્પઝ કો-ઓપરેટિવ મંડળી હેઠળ આવતા મેરા, કનેરાવ, વાલિયા, બાડાબેડા, ઘોડા અને હીરાપોર વિસ્તારના પ્રતિનિધિત્વ માટે વ્યવસ્થાપક બોર્ડની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ચૂંટણી મેદાનમાં કુલ 4 ઉમેદવારો હતા, જેમાંથી 3 ઉમેદવારો અગાઉથી જ બિનહરીફ જાહેર થતાં માત્ર 1 બેઠક માટે ચૂંટણી યોજવાની પરિસ્થિતિ ઊભી થઈ હતી.

બાકી રહેલી એકમાત્ર બેઠક માટે હરેન્દ્રસિંહ ખુમાણસિંહ ખેર અને હરેન્દ્રસિંહ દુર્જનસિંહ મહીડા વચ્ચે સીધો મુકાબલો થયો હતો. આ ચૂંટણી જંગને લઈને સભાસદોમાં ભારે ઉત્સુકતા જોવા મળી હતી.

મતદાન પૂર્ણ થયા બાદ હાથ ધરાયેલી મતગણતરીમાં હરેન્દ્રસિંહ ખુમાણસિંહ ખેરને 44 મત મળ્યા હતા, જ્યારે હરેન્દ્રસિંહ દુર્જનસિંહ મહીડાને 34 મત પ્રાપ્ત થયા હતા. આમ, 10 મતોની સરસાઈથી હરેન્દ્રસિંહ ખેરે વિજય નોંધાવ્યો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / અતુલકુમાર પટેલ


 rajesh pande