રોયલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા 6.47 લાખ રૂપિયાનું બોનસ વિતરણ
ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામે રોયલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા બોનસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એ
મહિલા મંડળની બેઠક યોજવામાં આવી


ભાવનગર, 23 ઓક્ટોબર (હિ.સ.) : ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના રોયલ ગામે રોયલ મહિલા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિમિટેડ દ્વારા બોનસ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સર્વોત્તમ ડેરીના સ્થાપક ચેરમેન મહેન્દ્રભાઈ પનોત, સ્થાપક અને મેનેજિંગ ડિરેક્ટર એચ.આર. જોષી, જનરલ મેનેજર, સહકાર મેનેજર, મંડળીના પ્રમુખ, મંત્રી, સુપરવાઈઝર, વ્યવસ્થાપક સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં દૂધ ઉત્પાદકો ઉપસ્થિત રહ્યા હતા.

મંડળીમાં દૂધ ભરાવતા તમામ સભાસદોને કુલ 6,47,064.10 રૂપિયાની રકમ બોનસરૂપે વહેંચવામાં આવી હતી. વધુ દૂધ ભરાવનાર પ્રથમ દસ સભાસદોને બોનસના ચેકનું વિતરણ મહેન્દ્રભાઈ પનોત અને એચ.આર. જોષીના હસ્તે કરવામાં આવ્યું હતું. અન્ય દૂધ ઉત્પાદકોને પણ દૂધના પ્રમાણના આધારે બોનસની રકમ ચૂકવવામાં આવતાં સભાસદોમાં ખુશીની લાગણી જોવા મળી હતી.

કાર્યક્રમ દરમિયાન એચ.આર. જોષીએ આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલન કરવા અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે મંડળીના પ્રમુખ, મંત્રી અને વ્યવસ્થાપક સમિતિની કામગીરી, ફરજો તથા જવાબદારીઓ સમજાવી હતી. સર્વોત્તમ ડેરી દ્વારા શ્વેતક્રાંતિ, હરિયાળી ક્રાંતિ, આર્થિક ક્રાંતિ, આનુવંશિક ક્રાંતિ અને આરોગ્ય ક્રાંતિના ક્ષેત્રે કરવામાં આવેલી કામગીરીની માહિતી પણ આપી હતી.

મહેન્દ્રભાઈ પનોતે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને ઝીરો બજેટ ખેતીના ફાયદા સમજાવ્યા હતા. ખેતી ખર્ચમાં ઘટાડો કરવા અને આવક વધારવા પશુપાલન વ્યવસાયને વધુ પ્રોત્સાહન આપવા તેમણે અનુરોધ કર્યો હતો. વર્ષ દરમિયાન સરાહનીય કામગીરી કરી નફો મેળવવા બદલ તેમણે મંડળી અને તેના સભાસદોને અભિનંદન પાઠવ્યા હતા.

---------------

હિન્દુસ્થાન સમાચાર / DISHANT NANDRAMBHAI GONADLIYA


 rajesh pande