પાટણમાં સફાઈ કામદારો સામે પાલિકાનું ‘ઓપરેશન સફાઈ’, બેદરકાર કર્મચારીઓને ડિસમિસ કરવાની ચેતવણી
પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા નગરપાલિકા દ્વારા ‘ઓપરેશન સફાઈ’ શરૂ કરવામાં આવ્યું છે. કાયમી સફાઈ કામદારો પોતાની ફરજ પર હાજર રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને કામ પર મોકલતા હોવાની બાબત સામે આવતાં પાલિકા તંત્રએ કડક
પાટણમાં સફાઈ કામદારો સામે પાલિકાનું ‘ઓપરેશન સફાઈ’, બેદરકાર કર્મચારીઓને ડિસમિસ કરવાની ચેતવણી


પાટણ, 23 ઓક્ટોબર (હિ.સ.) : પાટણ શહેરમાં સફાઈ વ્યવસ્થા વધુ સુદ્રઢ બનાવવા નગરપાલિકા દ્વારા ‘ઓપરેશન સફાઈ’ શરૂ કરવામાં આવ્યું છે. કાયમી સફાઈ કામદારો પોતાની ફરજ પર હાજર રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને કામ પર મોકલતા હોવાની બાબત સામે આવતાં પાલિકા તંત્રએ કડક વલણ અપનાવ્યું છે. શહેરની સ્વચ્છતા જળવાઈ રહે અને નાગરિકોને સ્વચ્છ વાતાવરણ મળી રહે તે હેતુથી હવે સફાઈ કામગીરી પર વિશેષ દેખરેખ રાખવામાં આવશે.

પાટણ નગરપાલિકામાં હાલમાં કુલ 78 કાયમી સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે. તપાસ દરમિયાન કેટલાક કર્મચારીઓ પોતાની ફરજ યોગ્ય રીતે નિભાવતા ન હોવાનું તેમજ પોતે હાજર રહેવાને બદલે અન્ય વ્યક્તિઓને કામ પર મોકલતા હોવાનું ધ્યાનમાં આવ્યું છે. આ પ્રકારની બેદરકારીને કારણે શહેરની સફાઈ વ્યવસ્થા પ્રભાવિત થતી હોવાથી પાલિકા દ્વારા જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી કરવાની તૈયારી કરવામાં આવી છે.

આ અંગે નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરે જણાવ્યું હતું કે, સ્વચ્છ અને સુંદર શહેર બનાવવું પાલિકાની પ્રાથમિક જવાબદારી છે. ફરજમાં બેદરકારી દાખવનારા અથવા ગેરહાજર રહેતા કર્મચારીઓને નોટિસ આપવાથી લઈને નોકરીમાંથી બરતરફ કરવા સુધીનાં પગલાં લેવામાં આવશે. ‘ઓપરેશન સફાઈ’ હેઠળ યોગ્ય કામગીરી નહીં કરવા બદલ એક સફાઈ કામદારને નોટિસ પણ ફટકારવામાં આવી છે. પાલિકા તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે શહેરની સફાઈ વ્યવસ્થામાં કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં.

હિન્દુસ્થાન સમાચાર / હાર્દિક રાઠોડ


 rajesh pande