કરમટા ગામે ધાર્મિક દબાણ દૂર કરાયું, 510 ચો.મી. જમીનનો સરકારી કબજો મેળવાયો
કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કરમટા ગામની સીમમાં વાગોઠ–હોથીઆય રોડ પર આવેલી યા હુસેનસ પીર દરગાહ સંબંધિત ધાર્મિક દબાણને પંચાયત માર્ગ અને મકાન પેટાવિભાગ, નલીયા દ્
કરમટા ગામની સીમમાં દબાણ હટાવાયું


કરમટા ગામની સીમમાં દબાણ હટાવાયું


કરમટા ગામની સીમમાં દબાણ હટાવાયું


કચ્છ, 25 ઓક્ટોબર (હિ.સ.) : કચ્છના અબડાસા તાલુકામાં સરકારી જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરવામાં આવી છે. કરમટા ગામની સીમમાં વાગોઠ–હોથીઆય રોડ પર આવેલી યા હુસેનસ પીર દરગાહ સંબંધિત ધાર્મિક દબાણને પંચાયત માર્ગ અને મકાન પેટાવિભાગ, નલીયા દ્વારા દૂર કરવામાં આવ્યું છે. આ કાર્યવાહી દરમિયાન આશરે રૂ. 4 લાખની બજાર કિંમત ધરાવતી 510 ચોરસ મીટર જમીનને દબાણમુક્ત કરી સરકાર હસ્તક લેવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, અબડાસા તાલુકાના કરમટા ગામની સીમમાં વાગોઠ–હોથીઆય રોડ પર પંચાયત માર્ગ અને મકાન પેટાવિભાગ, નલીયાના હસ્તકના વિસ્તારમાં ધાર્મિક હેતુથી દબાણ કરવામાં આવ્યું હતું. આ દબાણને કારણે સરકારી હસ્તકની જમીનનો ઉપયોગ દબાણ હેઠળ હતો. સંબંધિત વિભાગ દ્વારા જમીનના ક્ષેત્રફળ અને તેની અંદાજિત બજાર કિંમતની વિગતોના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

તા. 25 ઓક્ટોબર, 2026ના રોજ કલેક્ટર અને પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પંચાયત માર્ગ અને મકાન પેટાવિભાગ, નલીયા દ્વારા દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગ દ્વારા કરાયેલી આ કાર્યવાહી અંતર્ગત કુલ 510.0 ચોરસ મીટર જમીન પરથી ગેરકાયદેસર દબાણ હટાવવામાં આવ્યું હતું. ત્યારબાદ સંબંધિત જમીનનો કબજો સરકાર પક્ષે લેવામાં આવ્યો હતો.

વિભાગ દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ, દબાણમુક્ત કરાયેલી જમીનની અંદાજિત બજાર કિંમત રૂ. 4,00,000 એટલે કે ચાર લાખ રૂપિયા થાય છે. આ રીતે સરકારી જમીન પર થયેલું દબાણ દૂર કરીને જમીનને ફરીથી સરકારી નિયંત્રણ હેઠળ લેવામાં આવી છે.

અબડાસા તાલુકાના કરમટા ગામની સીમમાં થયેલી આ કાર્યવાહી સરકારી જમીન પરના દબાણને દૂર કરવાની કામગીરીના ભાગરૂપે હાથ ધરવામાં આવી હતી. માર્ગ અને મકાન વિભાગના હસ્તકની જમીન પર થયેલા દબાણને દૂર કરી તેનો કબજો મેળવવામાં આવતા સંબંધિત વિસ્તારમાં સરકારી જમીનનું રક્ષણ કરવા માટેની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Rohit Ramjibhai Padhiyar


 rajesh pande