પોરબંદર મહાનગરપાલિકાનો બાકી મિલકતવેરો ભરવા કરદાતાઓને અપીલ
પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો ભરપાઈ ન કરનારા કરદાતાઓને રાહત આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી 90 ટકા વ્યાજમાફી યોજનાની સમયમર્યાદા હવે તા. 31 ઓક્ટોબર, 2026ના રોજ પૂર્ણ થવા જઈ રહી છ
પોરબંદર  મહાનગરપાલિકાનો  બાકી  મિલકતવેરો  ભરવા  કરદાતાઓને  અપીલ


પોરબંદર , 26 ઓક્ટોબર (હિ.સ.) : પોરબંદર મહાનગરપાલિકા દ્વારા બાકી મિલકતવેરો

ભરપાઈ ન કરનારા કરદાતાઓને રાહત આપવા માટે અમલમાં મૂકવામાં આવેલી 90 ટકા વ્યાજમાફી યોજનાની સમયમર્યાદા હવે

તા. 31

ઓક્ટોબર, 2026ના રોજ પૂર્ણ થવા જઈ રહી છે. ત્યારે આ

યોજનાનો લાભ લેવા માટે હવે માત્ર પાંચ દિવસ બાકી રહ્યા હોવાથી પોરબંદર

મહાનગરપાલિકાના મેયર સાગરભાઈ મોદીએ બાકી મિલકતવેરો ધરાવતા તમામ કરદાતાઓને

સમયમર્યાદામાં વેરો ભરપાઈ કરી યોજનાનો લાભ લેવા ફરી એકવાર અપીલ કરી છે.

મેયર સાગરભાઈ

મોદીએ જણાવ્યું છે કે, મિલકતવેરો મહાનગરપાલિકાની આવકનો

મહત્વપૂર્ણ સ્ત્રોત છે અને આ આવકના માધ્યમથી શહેરમાં રસ્તા, સફાઈ, પાણી, સ્ટ્રીટલાઇટ સહિતની વિવિધ નાગરિક

સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. બાકી વેરો ભરવામાં કરદાતાઓને રાહત મળે તે હેતુથી

90

ટકા વ્યાજમાફી યોજનાની મુદત અગાઉ તા. 30 સપ્ટેમ્બર સુધી રાખવામાં આવી હતી, જેને વધુ એક મહિના માટે લંબાવી તા. 31 ઓક્ટોબર, 2026 સુધી કરવામાં આવી છે.

હવે આ યોજનાની

મુદત પૂર્ણ થવામાં માત્ર પાંચ દિવસ બાકી હોવાથી બાકી મિલકતવેરો ધરાવતા નાગરિકોએ

છેલ્લી ઘડીની રાહ જોયા વિના વહેલી તકે વેરો ભરપાઈ કરી 90 ટકા વ્યાજમાફીનો લાભ મેળવવો જોઈએ.

નિર્ધારિત સમયમર્યાદામાં બાકી વેરો ભરપાઈ કરવાથી કરદાતાઓને વ્યાજમાં મોટી રાહત

મળશે અને વેરા સંબંધિત બાકીદારીમાંથી મુક્ત થવાની તક મળશે.

મેયર સાગરમોદીએ વધુમાં સ્પષ્ટ અપીલ કરતાં

જણાવ્યું છે કે, તા. 31 ઓક્ટોબર, 2026 સુધીમાં બાકી મિલકતવેરો ભરપાઈ નહીં

કરનાર સામે સમયમર્યાદા પૂર્ણ થયા બાદ મહાનગરપાલિકા દ્વારા નિયમોનુસાર કડક

કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તેથી તમામ બાકીદારો આ યોજનાની અંતિમ તકનો લાભ લઈ

સમયસર વેરો ભરે અને મહાનગરપાલિકાની કાર્યવાહીથી બચવા જરૂરી સહયોગ આપે.

પોરબંદર

મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને મિલકતવેરાની ચુકવણી સરળતાથી કરી શકાય તે માટે

ડિજિટલ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કરદાતાઓએ ઉપલબ્ધ ચુકવણી માધ્યમોનો

ઉપયોગ કરી સમયસર વેરો ભરપાઈ કરવા અને શહેરના વિકાસમાં સહભાગી બનવા મેયર સાગરભાઈ

મોદીએ અનુરોધ કર્યો છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande