રાસના રંગે રંગાયો પોરબંદર પોલીસ પરિવાર
પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : તહેવારોમાં લોકો નિર્ભય બનીને ઉજવણી કરી શકે તે માટે પોલીસ જવાનો દિવસ રાત ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા હોય છે. નવરાત્રિ દરમિયાન સતત બંદોબસ્ત અને ફરજ બજાવનાર પોરબંદર પોલીસ પરિવાર માટે શરદપૂનમન
રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


રાસના  રંગે  રંગાયો  પોરબંદર  પોલીસ  પરિવાર.


પોરબંદર, 26 ઓક્ટોબર (હિ.સ.) : તહેવારોમાં લોકો નિર્ભય બનીને ઉજવણી કરી શકે તે માટે પોલીસ જવાનો દિવસ રાત

ખડેપગે રહી કાયદો અને વ્યવસ્થાની જવાબદારી નિભાવતા હોય છે. નવરાત્રિ દરમિયાન સતત બંદોબસ્ત અને ફરજ બજાવનાર પોરબંદર પોલીસ પરિવાર માટે શરદપૂનમની રાત આનંદ અને ઉમંગની યાદગાર બની હતી. જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આયોજિત શરદોત્સવમાં પોલીસ જવાનો અને તેમના પરિવારજનોએ રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી.

જનતાની સુરક્ષા બાદ પોલીસ પરિવારના આનંદનો અવસર

તહેવારો દરમિયાન લોકો શાંતિપૂર્ણ માહોલમાં ઉત્સવો માણી શકે તે માટે

પોલીસ જવાનો પોતાની ખુશીઓ અને પરિવાર સાથેનો સમય ઘણી વખત પાછળ રાખીને ફરજ બજાવે છે. નવરાત્રિ દરમિયાન પણ પોલીસ કર્મચારીઓએ સતત બંદોબસ્ત સંભાળીને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. આ જવાનોઅને તેમના પરિવારજનોને આનંદની પળોમાણવાની તક મળે તે હેતુથી શરદોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

એસપી સહિત પોલીસ પરિવાર અઘોરી બેન્ડના તાલે ઝૂમ્યો

જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ યોજાયેલા કાર્યક્રમની શરૂઆત આરતી સાથે કરવામાં આવી હતી. ત્યારબાદ અઘોરી બેન્ડના તાલે

રાસગરબાનો માહોલ જામ્યો હતો. જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા પણ પોલીસ જવાનો અને તેમના પરિવારજનો સાથે રાસમાં જોડાયા હતા. ફરજના ભારણ વચ્ચે પોલીસ પરિવારના સભ્યોને એકસાથે આનંદ માણવાની તક મળતાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande