બાકી પૈસા માંગતા વેપારીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી
Gujarat, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના અણીયારી ગામે હાર્ડવેરના સામાનના બાકી પૈસા મામલે વેપારીના પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.આ મામલે આરોપીએ દાતરડું અને તલવાર લઈને ફરિયાદી તથા સાહેદોને ધમકી આપ્યાનો પણ આક્
બાકી પૈસા માંગતા વેપારીના પુત્રને જાનથી મારી નાખવાની ધમકી


Gujarat, 26 ઓક્ટોબર (હિ.સ.) : રાણાવાવ તાલુકાના અણીયારી ગામે હાર્ડવેરના સામાનના બાકી પૈસા મામલે વેપારીના પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ઘટના સામે આવી છે.આ મામલે આરોપીએ દાતરડું અને તલવાર લઈને ફરિયાદી તથા સાહેદોને ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે.

મળતી વિગતો મુજબ, રાણાવાવના શ્રીબાઈનગર, હોળીચકલા વિસ્તારમાં રહેતા શૈલેષભાઈ રામજીભાઈ લગધીર (ઉંમર 49 વર્ષ, ધંધો વેપાર)ની દુકાનેથી અણીયારી ગામના રહેવાસી આનંદ વાલજીભાઈ ટુકડિયાએ હાર્ડવેરનો સામાન બાકી પૈસે લીધો હતો. બાકી નીકળતાપૈસા ચૂકવવા બાબતે આરોપીએ ફરિયાદીના પુત્રને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

આ અંગે ફરિયાદી અને સાહેદો આરોપીને સમજાવવા માટે તેના ઘરે ગયા હતા. તે દરમિયાન આરોપી દાતરડું અને તલવાર લઈને આવ્યો હતો અને ફરિયાદી તથા સાહેદોને મનફાવે તેવી ગાળો આપી જાનથીમારી નાખવાની ધમકી આપી હોવાનો આક્ષેપ છે.

આ ઉપરાંત, આરોપીએ પોરબંદરના જિલ્લા મેજિસ્ટ્રેટના હથિયારબંધી જાહેરનામાનો ભંગ કર્યો હોવા અંગે પણ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બનાવને પગલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યાની વિગતો ફરિયાદના લખાણમાં દર્શાવવામાં આવી છે.

---------------

હિન્દુસ્થાન સમાચાર / Tejas Pravinbhai Dholariya


 rajesh pande